Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: બહેન સાથે ફોન પર વાત કરતો હોવાની શંકા રાખી ત્રણ શખ્સોએ...

સુરેન્દ્રનગર: બહેન સાથે ફોન પર વાત કરતો હોવાની શંકા રાખી ત્રણ શખ્સોએ યુવકને ધોકા વડે એટલો માર્યો કે જીવ ચાલ્યો ગયો

Team Chabuk-Gujarat Desk: શંકા ગુસ્સા સુધી દોરી જાય છે અને ગુસ્સો કોઈ મોટા ગુના સુધી દોરી જાય છે. કોઈ પર રાખેલી શંકાની ખરાઈ કર્યા વિના આચરવામાં આવેલ કૃત્ય જેલના સળિયા પાછળ ધકેલી દે, તેવી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. અહીં ત્રણ શખ્સો દ્વારા જે કરવામાં આવ્યું તેની જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ શકતી હતી અથવા તો કોઈ અન્ય રસ્તો નીકળી શકતો હતો પણ આ ત્રણ શખ્સોએ ઢીમ ઢાળી દેવાના ઈરાદે યુવકનું અપહરણ કર્યું અને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામમાં રહેતો એક યુવાન બહેન સાથે ફોન પર વાત કરતો હોવાની શંકાના આધારે ત્રણ શખ્સોએ તેને રાત્રે બોલાવી અપહરણ કર્યું હતું અને બાદમાં લાકડી અને ધોકા વડે બર્બરતાપૂર્વક માર મારતા યુવાનને દમ તોડ્યો હતો. યુવાનની કમકમાટીભરી હત્યાના કારણે ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામનું એક એક ખોરડું સ્તબ્ધ થઈ ગયું છે. પોલીસે પણ આરોપીઓ છટકી જાય તે પહેલા જ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બની છે 32 વર્ષીય દશરથભાઈની સાથે. સુરેશ, લાલો અને વિક્રમ દશરથના ઘરે પહોંચ્યા હતા. તેઓ દશરથને કામ છે કહી તેનું અપહરણ કરી નદીના પટમાં લાવ્યા હતા. અહીં બહેન સાથે ફોન પર વાત કરતો હોવાની શંકાના આધારે લાકડી અને ધોકા લઈ તૂટી પડ્યા હતા. આ ઘટનામાં ગંભીર ઈજા પહોંચતા દશરશભાઈને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

દશરથભાઈની હત્યામાં સામેલ ત્રણે યુવકો ભાગવાની તૈયારીમાં હતા. પોલીસે પણ ત્રણની ટૂકડી બનાવી હતી અને તેમને પકડવા કવાયત હાથ ધરી હતી. ડીવાયએસપી આર.બી દેવધા દ્વારા બનાવાયેલી ત્રણે ટીમે આરોપી ભાગીછૂટે તે પહેલા જ નારીચણામાંથી પકડી પાડવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments