Team Chabuk-Gujarat Desk: જામનગર મહાનગરપાલિકામાં અવાર નવાર બનતી અને છાપે ચઢી પોકારતી કર્મચારી અને અધિકારીઓને માર મારવાની ઘટના ફરી એક વખત બની છે. આ વખતે કાચ તૂટ્યા છે અને એટલું જ નહીં અધિકારીને ઢીબી નાખવામાં પણ આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં બુધવારે આવી જ એક ઘટનાએ શહેરને ગજવી મૂક્યું હતું. જ્યાં જન્મ-મરણ વિભાગની શાખામાં કોર્પોરેટરે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા અધિકારીને ધુંબા માર્યા હતા. શાખાનો કાચ તોડ્યો હતો. આ બધું જોઈ કચેરીમાં કામ કરતી મહિલાઓ ગોકિરો કરતી ત્યાંથી ભાગી છૂટી હતી. જોકે પછી ઘીના ઠામમાં ઘી ઢળ્યું હતું. અર્થાત્ કોર્પોરેટર અને અધિકારીની વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
આ ઘટનાના મૂળિયા એવા છે કે વિપક્ષના કોર્પોરેટરે જન્મ-મરણ શાખાના એક અધિકારીને ફોન પર કોઈની ભલામણ કરી હશે. ભલામણનો ઉત્તર બરાબર મળ્યો નહોતો. જેથી કોર્પોરેટર ક્ષણ વારમાં કોપિત થઈ ગયા હતા. જામનગર મહાપાલિકાએ દોડી આવ્યા અને ત્યાં અધિકારીને ધુંબાવાળી કરી ટેબલના કાચ તોડી નાખ્યા હતા. બનાવ બન્યો એ સાથે મહિલાઓ ગોકિરો કરતી દોડીને બહાર નીકળી ગઈ હતી. અંતે રાબેતા મુજબ અન્ય કર્મચારીઓ આડે પડ્યા હતા અને ઘટના પર ઠંડુ પાણી રેડાયું હતું.
આ ઘટના વિશે જ્યારે જામ્યુકોના ડીએમસી એ.કે. વસ્તાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને આ ઘટના અંગે કોઈ જાણ નથી, કંઈ ખબર નથી કે મને કોઈએ ફરિયાદ કરી નથી. જો આવું બન્યું હોય તો અત્યંત ખરાબ કહેવાય. હું આ બાબતે સંબંધિત અધિકારી સાથે વાત કરીશ અને ઘટનાની તપાસ કરીશ.’ જોકે આ સમગ્ર ઘટનાથી ફરી એક વખત અધિકારીની સહનશીલતાના દર્શન થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
