Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વંથલી તાલુકામાં એક પરિવાર ઘરને તાળા મારી માનતા પૂરી કરવા માટે ગયું હતું. ત્યારે તસ્કરોએ ઘરમાં ઘુસી જઈ રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી પોતાની માનતા પૂરી કરી લીધી હતી. હાલ ઘરમાં હાથફેરો કરી જનારા ચોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તો લગ્નમાં કે કોઈ વ્યાવહારિક કામે જતા લોકોના ઘર તસ્કરોના નિશાન બની રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં પણ માનતા પૂરી કરવા ગયેલા પરિવારજનો જ્યારે પરત આવ્યા ત્યારે તેમનું ઘર ખાલી હતું. વંથલીમાં રહેતા બસીરભાઈ અહેમદભાઈ બુખારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે, બસીરભાઈ રાણાવાવ ખાતે બહેનને ત્યાં માનતા પૂર્ણ કરવા માટે ગયા હતા. એવામાં ઘરના પાછળના દરવાજાની ગ્રીલ તોડી તસ્કરોએ ચોરીના ઈરાદે ઘર પ્રવેશ કર્યો હતો.
બસીરભાઈના ઘરમાં રહેલા કબાટનો લોક તોડી રોકડ રૂપિયા દસ હજાર અને સોનાની એરિંગની ચોરી કરી હતી. આ કુલ માલ 65 હજાર રૂપિયાનો હતો. પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેમને ચોરી થયાની ખબર મળતા આ અંગેની વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ