Team Chabuk-Gujarat Desk: મધ્યરાત્રિથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ મધ્યરાત્રિથી સવાર સુધીમાં બે તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તો જામજોધપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લામાં ચાલુ સિઝનનો અત્યાર સુધી 125% વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ઉમિયાસગર, વેણું વનાણા અને ઉન્ડ-2 ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના મેલાણ ગામનો વેણુ વનાણા ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના મેલાણ, કડબાલ, કોટડા બાવીસી, ગીન્ગણી, સીદસરના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.

ધ્રોલ તાલુકાના માજોઠ ગામનો ઉન્ડ-૨ ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો હોવાથી ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે ડેમના હેઠવાસના માજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.
જામજોધપુર તાલુકામાં ઉમિયા સાગર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ હોવાથી ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી સીદસર, હરીયાસણ, ખારચીયા, રાજપરા, રબારીકા, જારના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત