Homeગુર્જર નગરીપોરબંદરની વર્ષ-૨૦૧૮-૧૯ ગ્રામ પંચાયત મંત્રી અને જુનીયર કલાર્ક માટે ઓનલાઈન અરજીઓ કરનાર...

પોરબંદરની વર્ષ-૨૦૧૮-૧૯ ગ્રામ પંચાયત મંત્રી અને જુનીયર કલાર્ક માટે ઓનલાઈન અરજીઓ કરનાર ઓપન કેટેગરીના ઉમેદવારોની ફી પરત કરાશે

Team Chabuk-Gujarat Desk: જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, પોરબંદર દ્વારા વર્ષ-૨૦૧૮-૧૯ માં(૧) જાહેરાત ક્રમાંકઃ DPSSC 11/201819/1 (જુનિયર કલાર્ક), (ર)જાહેરાત ક્રમાંકઃ DPSSC 11/201819/2 (ગ્રામ પંચાયત મંત્રી)ની જાહેરાત તા.૧૮/૦૯/૨૦૧૮ થી તા.૦૮/૧૦/૨૦૧૮ સુધી ઓનલાઈન ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલ હતી.

rps baby world

પંચાયત વિભાગ ગાંધીનગરનાં તા.૦૮/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતી (કાર્યો) નિયમો ૧૯૯૮ રદ થયેલ છે. તેમજ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતી દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા બાકી હોય તે તમામ જાહેરાત રદ કરેલ છે.

rps baby world

જેથી જુનિયર કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી સંવર્ગની ૨૦૧૮ – ૧૯ની ઉક્ત ભરતી અન્વયે જિલ્લા પંચાયત પોરબંદર માટે અરજી કરેલ હોય તેવા જનરલ કેટેગરીના ઉમેદવારો તરફથી ભરવામાં આવેલ પરીક્ષા ફી રૂા.૧૦૦/- પરત મેળવવા માટે તા.૨૭/૦૯/૨૦૨૧ થી તા.૦૭/૧૦/૨૦૨૧ સુધી (કચેરી સમય દરમ્યાન) જિલ્લા પંચાયત પોરબંદર,  એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, પોરબંદર ખાતેથી જે તે ઉમેદવારોએ જ જાતે ઉપસ્થિત રહી પોસ્ટ ઓફિસમાં ફી ભર્યા અંગેનું અસલ ચલણ જિલ્લા પંચાયત પોરબંદરમાં રૂબરૂ રજુ કર્યેથી પરીક્ષા ફી રૂા.૧૦૦/- પરત મેળવી લેવાના રહેશે.

rps baby world

ફી પરત લેવા આવતા ઉમેદવારોએ હાલ કોવિડ – ૧૯ ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું અને માસ્ક  ફરજીયાત પહેરવાનું રહેશે. વધુ જાણકારી માટે ફો.નં. ૦૨૮૬ – ૨૨૫૨૮૫૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments