Homeગુર્જર નગરીજામનગર: મહિલાના માનવ કંકાલનો ભેદ ઉકેલાયો, સીમમાં બન્યો હતો કાંઈક આવો બનાવ

જામનગર: મહિલાના માનવ કંકાલનો ભેદ ઉકેલાયો, સીમમાં બન્યો હતો કાંઈક આવો બનાવ

Team Chabuk-Gujarat Desk: જામનગર શહેરમાં એક અઠવાડિયા પહેલા કાલાવડ તાલુકાની નાની ભલસાણ ગામની સીમના વિસ્તારમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું. આ હાડપિંજરની જાણ એક વ્યક્તિને થતાં તેણે પોલીસને સમગ્ર બાતમી આપી હતી. કંકાલની ઉપર લાલ કલરની સાડી વીંટેલી હતી. જેથી એ વાત તો સ્પષ્ટ હતી કે આ કોઈ મહિલાની લાશ છે. પોલીસે લાશને લઈ તપાસ હાથ ધરી હતી અને એકાદ સપ્તાહની અંદર અંદર જ પોલીસે મહિલાની હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો.

આ મહિલા ચેલાબેડી ગામની રહેવાસી હતી. અને તેની સીમમાં હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યામાં કાલાવડ પંથકના જ બે શખ્સો સંડોવાયેલા હતા. આ બંનેને મહિલાની સાથે અનૈતિક સંબંધો બાંધવા હતા અને મહિલાએ ના પાડી રહી હતી. જેથી ગુસ્સામાં આવી બંનેએ આ મહિલાને ગળેટૂંપો આપી દીધો હતો.

આ મહિલાનું નામ મધુબેન કરઝારીયા હોવાનું સામે આવ્યું છે. તેઓ પાંચ વર્ષથી પોતાના ભત્રીજાની સાથે રહે હતા અને પતિએ તેમને છોડી દીધાં હતા. હત્યા થઈ તેના ચોવીસ દિવસ પહેલા તેઓ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાઉં છું આમ કહી નીકળ્યાં હતાં એ પછી તેઓ ગાયબ હતાં. મૃતદેહ મળ્યો હોવાની માહિતી પરિવારજનોને મળતા તેઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતાં જ્યાં તેઓએ કપડાં પરથી મધુબહેનને ઓળખી હતાં.

પોલીસે આ હત્યામાં સંડોવાયેલા રસીક વાઘેલાને પકડી પાડ્યો હતો. જેણે બીકથી ટપોટપ આખી વિગત ઓકી નાખી હતી અને મધુબહેનની હત્યાની વાતની પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી. રસીક વાઘેલાની સાથે ભૂરા છગન વાજેલીયા પણ હતો.

આ બેઉં મધુબહેનને અજ્ઞાત સ્થળ પર લઈ ગયા હતા અને ત્યાં સંબંધો બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. પણ મહિલા તાબે થઈ નહોતી. મહિલા બુમાબુમ કરવા લાગી હતી. નાતમાં વાત જતાં તગેડી મૂકશેની બીકે અને મહિલા બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવશે તેઓ બેઉંમાં ડર પેસી ગયો હતો. જેથી બેઉંએ મહિલાના ચૂંદડીના છેડાને તેના જ ગળે બાંધી દઈ ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હતી. હાલ રામજીભાઈની ફરિયાદના આધારે આ બેઉં આરોપી રસીક અને ભૂરા સામે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે અટકાયત કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments