Team Chabuk-National Desk: ઉત્તરાખંડ પોલીસે એક મોટી ઓનલાઈન લૂંટનો પર્દાફાશ કર્યો છે. ઉત્તરાખંડ એસટીએફે નોઈડાના એક આરોપીને 250 કરોડ રૂપિયાની ઠગાઈ માટે ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે 250 કરોડ રૂપિયાનું તોડપાણી માત્ર 4 મહિનાના નજીવા સમયમાં જ કરવામાં આવ્યું.
ચીનની સ્ટાર્ટઅપ યોજના હેઠળ બનેલી એપ્લિકેશન થકી ઠગાઈને ઓપ આપવામાં આવ્યો હતો. દેશના કુલ 50 લાખ લોકોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશન લોકોને 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપતી હતી.
ઠગાઈ કરતા પહેલા લોકોને 15 દિવસમાં પૈસા બેગણા કરવા માટે પાવર એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવતું હતું. જે પછી તેને 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી. કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે અને આ કહેવતને સાર્થક કરતાં લોકો રૂપિયા નાખતા જતા હતા.
ષડયંત્રનું આ પોટલું કંઈક આ રીતે ખૂલી ગયું. હરિદ્વાર નિવાસીએ પોલીસને સૂચિત કર્યા કે પાવર બેંક એપ્લિકેશન દ્વારા પૈસા બે ગણા કરવા માટે એક વખત 93 હજાર અને બીજી વખત 72 હજાર જમા કર્યાં હતાં. જે 15 દિવસમાં ડબલ થઈ જશે તેવું કહ્યું હતું.
જોકે આવું કાંઈ ન થવા પર જેની સાથે ઠગાઈ થઈ છે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના પર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી. તપાસમાં પ્રાપ્ત થયું કે તમામ રૂપિયા અલગ અલગ ખાતાઓમાં જમા થતાં હતાં. જ્યારે ગણતરીનો અભ્યાસ કરવામાં આવ્યો તો 250 કરોડની ઠગાઈનો કેસ સામે આવ્યો.
ઉત્તરાખંડ એસટીએફના એસએસપી અજય સિંહે જણાવ્યું કે પોલીસની તપાસમાં એક મોટી વાત સામે આવી છે. ઠગાઈ કરનારો વિદેશી રોકાણકારો દ્વારા ભારતના બિઝનેસમેનને કમિશનની લાલચ આપીને એક એપ્લિકેશન દ્વારા લોકોને લોન આપવાની વાતો કરતાં હતાં.
એ પછી તેમાં કેટલાક પરિવર્તન આણીને લોકોનાં પૈસા બેગણા કરવાનું લાલચ આપીને પૈસાનું રોકાણ કરવામાં આવતું હતું. પૈસા એક જ ખાતામાં નાખવામાં આવતા હતા. શરૂઆતમાં તો વિશ્વાસ પ્રતિપાદિત કરવા માટે લોકોને પૈસા પરત પણ આપવામાં આવ્યા.
એસપી અજયસિંહે કહ્યું કે ઉત્તરાખંડ એસટીએફની તપાસ બાદ નોઈડામાંથી આ ઘટનાના મુખ્ય આરોપી પવન પાંડેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની પાસેથી 19 લેપટોપ, 592 સિમ કાર્ડ, 5 મોબાઈલ ફોન, 4 એટીએમ કાર્ડ અને 1 પાસપોર્ટ મળી આવ્યો છે. એસટીએફને તપાસમાં એ વિગત પણ હાથ લાગી કે, આ ધનરાશી ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશ મોકલવામાં આવતી હતી.
દહેરાદૂનના એડીજી અભિનવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ચીનની સ્ટાર્ટ અપ યોજના હેઠળ આ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી હતી. આ સમગ્ર વારદાતમાં અન્ય તપાસ એજન્સીઓ આઈબી અને રોને પણ સૂચના આપવામાં આવી છે. જે વિદેશી લોકોનું નામ સામે આવી રહ્યું છે, તેમના દૂતાવાસમાં સંપર્ક કરીને જાણકારી મેળવવામાં આવી રહી છે. જલ્દી જ જાણકારી સામે આવશે. હાલ આ સમગ્ર ષડયંત્રમાં ઉત્તરાખંડમાં 2 અને બેંગ્લોરમાં 1 કેસ ફાઈલ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત