Homeગામનાં ચોરેડો.ભીમરાવ આંબેડકરનું બેનર ફાડવાથી શરૂ થયેલો આ વિવાદ દલિત યુવકની હત્યા સુધી...

ડો.ભીમરાવ આંબેડકરનું બેનર ફાડવાથી શરૂ થયેલો આ વિવાદ દલિત યુવકની હત્યા સુધી કેવી રીતે પહોંચી ગયો?

Team Chabuk-National Desk: રાજસ્થાનના હનુમાનગઢમાં 5 જૂનના રોજ ઉન્માદી ભીડે વિનોદ નામના યુવકની હત્યા કરી નાખી. કથિત રીતે આ વિવાદ ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના બેનરથી શરૂ થયો છે. હનુમાનગઢમાં વિનોદ મેઘવાલ નામનો યુવાન રહેતો હતો. એ અનુસૂચિત જાતિનો હતો અને ભીમ આર્મીની સાથે સંકળાયેલો હતો.

FIR મુજબ 14 એપ્રિલના રોજ વિનોદ તેનો ભાઈ મુકેશ અને અન્ય યુવકો મળીને ગામમાં ડો.આંબેડકરની જયંતિ મનાવી રહ્યાં હતાં. તેમણે પોતાના મકાનમાં એક બેનર લગાવ્યું હતું. આરોપ છે કે 24 મે 2021નાં રોજ સ્થાનિક યુવક રાકેશ સિહાગ અને તેના ભાઈ અનિલ સિહાગ ત્યાં પહોંચ્યા અને બાબાસાહેબના બેનરને ફાડી નાખ્યું.

FIRમાં લખવામાં આવ્યું છે કે રાકેશ અને અનિલ જાટ જાતિના છે. 24મેની ઘટના બાદ બંને પક્ષમાં તણખા ઝર્યા હતા. એ પછી પંચાયતે બંને પક્ષને બોલાવી ઘટના પર ઠંડુ પાણી રેડી દીધું હતું. હવે આરોપ લાગ્યો છે કે 5 જૂનની રાતે રાકેશ અને તેના મિત્રોએ વિનોદ અને મુકેશને તેમના ખેતરની નજીક બોલાવ્યા અને અબશબ્દો બોલવા લાગ્યા. વાત વધી જતાં વણસવા લાગી.

રાકેશ અને તેના મિત્રોએ વિનોદ અને મુકેશને માર માર્યો. વિનોદના માથામાં લાકડીથી જોરદાર પ્રહાર કર્યો. જેનાથી તે ઈજાગ્રસ્ત થઈ ગયો. હુમલો કરનારા ભાગી ગયા. વિનોદને સ્થાનિક રાવતસર હોસ્પિલમાં લઈ જવામાં આવ્યો. ઈજા ગંભીર હોવાના કારણે તેને હનુમાનગઢ લઈ જવામાં આવ્યો. 6 જૂનનાં રોજ વિનોદની મોત થઈ ગઈ.

પોલીસે આરોપીઓ પર 302 સહિત SC-STની કલમો લગાવી છે. હાલ તો આ વારદાતમાં બે આરોપીઓની જ ધરપકડ કરવામાં આવી છે. વિનોદના મૃત્યુ બાદ મેઘવાલ સમાજ અને ભીમ આર્મીના લોકોએ પ્રચંડ વિરોધ નોંધવ્યો. આંબેડકરના બેનર ફાડવાની વાત તો પહેલાથી જ હતી. એવામાં વિનોદની મોતે આખી ઘટનાને ફરી આગ લગાવી દીધી. પ્રદર્શન કરનારાઓનો આરોપ છે કે આ સમગ્ર ઘટનામાં DSP રણવીર મીણાએ તેમની કોઈ પ્રકારની સહાયતા ન કરી. આ માટે તેમને પદ પરથી નિલંબિત કરવાની અને મૃતક માટે 25 લાખ સહાયની માગ કરવામાં આવી છે. ટ્વીટર પર પણ Justiceforvinod ટ્રેન્ડ થવા લાગ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments