Team Chabuk-Sports Desk: આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ટી-20 મેચની શ્રેણી બાદ શ્રીલંકા સાથે શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણીમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. 10 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.
મહત્વનું છે કે, જસપ્રીત બુમરાહ ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર હતો. પરંતુ હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. અખિલ ભારતીય પસંદગી સમિતિએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ આગામી ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા આપી છે.
NEWS – The All-India Senior Selection Committee has included pacer Jasprit Bumrah in India’s ODI squad for the upcoming Mastercard 3-match ODI series against Sri Lanka.
— BCCI (@BCCI) January 3, 2023
More details here – https://t.co/hIoAKbDnLA #INDvSL #TeamIndia
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. તે પીઠમાં ઈજાને કારણે ટી-20 વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ ઘાતક બોલર રિબેબિલિટેશનથી પસાર થયો છે અને હવે તેને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીએ ફિટ જાહેર કરી દીધો છે.

શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
