Team Chabuk-Sports Desk: ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ જયદેવ ઉનડકટને (jaydev unadkat) ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે સૌરાષ્ટ્ર માટે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કારણોસર તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ બન્યો હતો. પરંતુ ઉનડકટને નાગપુરમાં રમાયેલી ટેસ્ટમાં રમવાની તક મળી ન હતી અને હવે તે બીજી ટેસ્ટ પણ રમી શકશે નહીં. ટીમ મેનેજમેન્ટે તેને રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમવા માટે રિલીઝ કરી દીધો છે. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે આ મેચ રમાશે. 16 ફેબ્રુઆરીએ રમાનારી આ મેચ માટે તે સૌરાષ્ટ્રનો ભાગ હશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ જયદેવ ઉનડકટને બહાર કરી દીધો છે. જયદેવ નાગપુરમાં રમાયેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો અને હવે તેને આ મેચમાં પણ રમવાની તક મળશે નહીં. જયદેવ સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમશે. સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવ્યું હતું.
NEWS – Jaydev Unadkat released from India’s squad for 2nd Test to take part in the finals of the Ranji Trophy.
— BCCI (@BCCI) February 12, 2023
More details here – https://t.co/pndC6zTeKC #TeamIndia pic.twitter.com/8yPcvi1PQl
રણજી ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં મયંક અગ્રવાલની કપ્તાનીમાં કર્ણાટકની ટીમે પ્રથમ દાવમાં 407 રન અને બીજા દાવમાં 234 રન બનાવ્યા હતા. જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 527 રન અને બીજા દાવમાં 117 રન બનાવી 4 વિકેટે મેચ જીતી લીધી હતી. હવે ફાઈનલ પહેલા તેના માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ફાઈનલમાં જયદેવ ઉનડકટનું રમવું તેના માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
