Team Chabuk-Sports Desk: પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે યાસ્તિકા ભાટિયા અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. શેફાલીએ 25 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. યાસ્તિકાએ 2 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 બોલમાં 16 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા. તો બીજી તરફ જેમિમા રોડ્રિગ્ઝે 39 બોલમાં 53 રન બનાવ્યા હતા અને રિષા ઘોષે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા.
𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! ☺️
— BCCI Women (@BCCIWomen) February 12, 2023
Well played, @JemiRodrigues 👏👏#TeamIndia | #T20WorldCup | #INDvPAK pic.twitter.com/CWbl2BtOP8
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. કેપ્ટન બિસ્માહ મારુફે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 55 બોલનો સામનો કરીને અણનમ 68 રન બનાવ્યા હતા. બિસ્માહની આ ઇનિંગમાં 7 ચોગ્ગા સામેલ હતા. આયેશા નસીમે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલનો સામનો કરીને અણનમ 43 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર મુનીબા અલી 12 રન બનાવીને આઉટ થઈ હતી જ્યારે જાવેરિયા ખાને 8 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 30 રન આપીને એક વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ લીધી હતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: હરમનપ્રીત કોર(કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ(WK), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ
પાકિસ્તાનઃ બિસ્માહ મરૂફ (કેપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), જાવેરિયા ખાન, નિદા દાર, આયેશા નસીમ, આલિયા રિયાઝ, ફાતિમા સના, નશરા સંધુ, સાદિયા ઈકબાલ, આઈમાન અનવર અને સિદ્રા અમીન.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર