Homeદે ઘુમા કેઆજે T20 વિશ્વકપની ફાઈનલ: ટોસ જીતો મેચ જીતો

આજે T20 વિશ્વકપની ફાઈનલ: ટોસ જીતો મેચ જીતો

Team Chabuk-Sports Desk: અંતે આજે ગ્રુપ-A અને ગ્રુપ-Bની બંને મજબૂત અને વિશ્વકપ જીતવા માટેની દાવેદાર ટીમો વચ્ચે રણસંગ્રામ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ. બંને ટીમે સેમીફાઈનલનો મેચ રસાકસીથી જીત્યો છે. જે પણ જીતશે પ્રથમ વખત વિશ્વકપ જીતશે. ક્રિકેટની દુનિયાને આજે એક નવી વિશ્વકપ વિજેતા ટીમ મળવાની છે. પણ આજે તમામ દરોમદાર ટોસ ઉપર છે. આ વિશ્વકપના મોટાભાગના મેચ એ ટીમ જીતી છે જેણે પ્રથમ ટોસ જીત્યો હોય. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં ઉલટફેર સર્જાયો હતો. અંતે ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે ત્યારે બેઉં ટીમ ઉલટફેર કરવા માટે જ મેદાનમાં ઉતરશે. આખરે નદી સુધી આવી પાણી પીવાની કોને તમન્ના ન હોય?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અત્યાર સુધી બેટ વડે કંઈ ખાસ ઉકાળી નથી શક્યા. જોકે આ બેઉંની પાસે એક તક છે. ટોસ જીતીને અડધી મેચ પોતાના નામે કરી આત્મવિશ્વાસ બુલંદ કરવાની. અડધી મેચ એટલા માટે, કારણ કે અગાઉ કહ્યું તેમ, ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે. T20 વિશ્વકપ 2021માં કોઈ ખેલાડી નહીં પણ ટોસ મહત્વની ભૂમિકામાં છે. મેચ સાંજના ટાણે થશે. ઝાકળ વિશ્વકપનો હીરો છે. દુબઈના મેદાનમાં 12માંથી 11 મેચ લક્ષ્યનો પીછો કરનારી ટીમે જીત્યા છે, કારણ કે ઝાકળનું ઝળહળ પ્રમાણ હોય છે.

shree-hari-jyotish

રાતમાં રમાયેલા નવમાંથી નવ મેચ લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી ટીમે જીત્યા છે. દુબઈમાં ગત 17 નાઈટ મેચમાંથી 16 મેચ એ ટીમોએ જીત્યા છે, જેણે લક્ષ્યનો પીછો કર્યો હોય. જેમાં એક માત્ર અપવાદ આઈપીએલની ફાઈનલ છે. જેમાં ચૈન્નઈનો પ્રથમ બેટીંગ કરતા વિજય થયો હતો. ભારતનો પાકિસ્તાન સામે ભૂંડી રીતે અને ન્યૂઝીલેન્ડ સામે નામોશીભર્યો પરાજય પણ, ટોસ હારી પ્રથમ બેટીંગ મળવાના કારણે જ થયો હતો. બાકીની ટીમ હાથી સામે ઉંદર હોય તેમ હતી.  

ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વકપમાં છમાંથી પાંચ મેચ જીત્યા છે. પાંચે મેચ કાંગારુની ટીમે લક્ષ્યનો પીછો કરતા જીત્યા છે. કેપ્ટન ફિંચ ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ટોસ હારી જતા મેચ પણ હારી ગયા હતા. જેથી ટીમનું માઈન્ડ સેટ ટોસ જીતવાનું અને બીજી બેટીંગ લેવાનું રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમે વિશ્વકપમાં છમાંથી બે વખત પ્રથમ બેટીંગ કરી છે. બંને મેચ દિવસમાં હતા. ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે એકમાત્ર મેચ ગુમાવ્યો હતો. પાકિસ્તાનની વિરૂદ્ધ આ મેચ રાતના સમયે રમાયો હતો અને ન્યૂઝીલેન્ડે તેમાં પ્રથમ બેટીંગ કરી હતી. એવામાં બંને ટીમના કેપ્ટન, બંને ટીમના ખેલાડી અને બંને ટીમના પ્રશંસકો એક જ પ્રાર્થના કરશે કે સિક્કો તેમની બાજુ હોય. દુબઈમાં લક્ષ્યનો પીછો કરવો સરળ છે અને બંને ટીમ એ જ કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments