Homeગામનાં ચોરેહિંમતના ઈન્જેક્શન મેડિકલ સ્ટોરમાંથી નથી મળતા એ વાત ટ્રેન નીચેથી બાળકીનો જીવ...

હિંમતના ઈન્જેક્શન મેડિકલ સ્ટોરમાંથી નથી મળતા એ વાત ટ્રેન નીચેથી બાળકીનો જીવ બચાવી મહબૂબભાઈએ સાબિત કરી દીધી

Team Chabuk-National Desk: ભોપાલમાં સુથારીકામ કરતા મોહમ્મદ મહબૂબ આખો દિવસ તનતોડ મહેનત કર્યા પછી પોતાના કારખાનેથી પરત ફરી રહ્યા હતા. જોકે રસ્તા વચ્ચે જ તેમની નીડરતાની અગ્નિપરીક્ષા થઈ ગઈ અને તેઓ આ અગ્નિપરીક્ષામાંથી પાર પણ ઉતર્યા. હાલ મહેબુબભાઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

5 ફેબ્રુઆરીની સાંજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બરખેડી વિસ્તારમાં પોતાના કારખાના તરફથી પરત જઈ રહ્યા હતા. એ સમયે જ તેમણે અને કેટલાક અન્ય પગપાળે જતા લોકોએ જોયું કે માલગાડી આવી રહી છે એટલે તમામ લોકો ઊભા રહી ગયા. 37 વર્ષીય મહબૂબે જોયું કે એક બાળકી માતા પિતાથી વિખૂટી પડી રેલવેના પાટા પર પડી ગઈ છે. માલગાડી બાળકીની તરફ ઝડપથી આવી રહી હતી.

દૃશ્ય જોઈ તમામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા. કોઈને નહોતું લાગી રહ્યું કે આ બાળકી બચશે. મહબૂબ પાટા પરથી ઊભા થવાની કોશિશ કરી રહેલી બાળકીની તરફ દોડ્યો. બચાવવા માટે તેની પાસે પર્યાપ્ત સમય ન હોવા છતાં એ જીવના જોખમે રેલવેના પાટા પર પડી ગયો હતો. એવામાં માલગાડી નજીક આવી ગઈ અને મહબૂબે બાળકીને રેલવેના પાટા પરથી ખેંચી લીધી.

છોકરીની સુરક્ષા માટે મહબૂબે પોતાનું માથું નીચું કરી લીધું હતું. જેથી ટ્રેનથી અથડાય નહીં અને બાળકીનું માથું નીચે રાખ્યું હતું. ટ્રેનના કિનારે ઊભેલા લોકોએ તેમની બહાદુરીનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મહબૂબ બાળકીની ઉપર સૂતો છે અને ટ્રેન તેની ઉપરથી પસાર થઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments