Homeગુર્જર નગરીજૂનાગઢ: યુવતી મિત્રતા ન રાખતા તેના ઘર પાસે આવી ચાર યુવકો અપશબ્દો...

જૂનાગઢ: યુવતી મિત્રતા ન રાખતા તેના ઘર પાસે આવી ચાર યુવકો અપશબ્દો બોલતા હતા, નોંધાઈ પોલીસ ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ચાર લબરમૂછિયાઓ એક યુવતીને હેરાન કરી રહ્યા હતા. તેને દબાણવશ મિત્રતા રાખવાનું કહી રહ્યા હતા. યુવતીએ મિત્રતા રાખવાથી નનૈયો ભણી દેતા તેમણે યુવતીના વ્હિકલને નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં દાદાગીરી કરતા યુવતીના ઘર પાસે આવી તેને ગાળો પણ ભાંડી હતી. જોકે યુવતીએ હિંમત દાખવી આ ચારે યુવકોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં યુવતીઓની અસુરક્ષાનો મુદ્દો છેલ્લા કેટલાક વખતથી ચર્ચાય રહ્યો છે. એવામાં હવે જૂનાગઢમાં યુવતીને પરાણે મિત્ર બનવાનું કહેતા ચાર યુવકોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ચારે યુવકોનું નામ યાજ્ઞિક ભેસાણીયા, હર્ષ ઝાંઝમેરીયા, રાજન જેઠવા અને પ્રિન્સ વાઘેલા છે.

આ ચારે યુવકો યુવતીનો પીછો કરતા હતા. તેને પરાણે મિત્રતા રાખવાનું કહેતા હતા. મિત્રતા ન રાખે તો ધમકાવતા હતા. યુવતીની ગાડીને પણ આ ચારે યુવકોએ સાત હજાર જેટલા રુપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. યુવતી તોપણ ન માની એટલે તેના ઘર પાસે આવી અપશબ્દો બોલી તેને મિત્રતા રાખવાનું કહેતા હતા. અંતે પરેશાન યુવતીએ આ ચારે યુવકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(પોસ્ટરમાં આપેલ તસવીર પ્રતીકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments