Homeગુર્જર નગરી૨૮ અને ૨૯ માર્ચે પોસ્ટના કર્મચારીઓની હડતાળ, સુરત ડિવિઝનના 1 હજારથી વધુ...

૨૮ અને ૨૯ માર્ચે પોસ્ટના કર્મચારીઓની હડતાળ, સુરત ડિવિઝનના 1 હજારથી વધુ કર્મીઓ જોડાશે

Team Chabuk-Gujarat Desk: કેન્દ્ર સરકારના કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ, સહીત ૧૦ ટ્રેડ યુનિયનો પડતર માંગ અને કેન્દ્ર સરકારની સરકારી એકમોને પ્રાઇવેટાઈઝેશન કરવાની નીતિના વિરોધમાં તારીખ ૨૮-૨૯ માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડશે. જેમાં સુરત ડિવિઝનના તાબામાં આવેલ મહિધરપુરા હેડ પોસ્ટ ઓફિસ, નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ પોસ્ટ ઓફીસના ૧૦૦૦ થી વધુ કર્મચારીઓ જોડાશે.

હડતાળની મુખ્ય માગમાં જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવી, ખાનગીકરણનો અને ફ્રેન્ચાઇઝી આઉટલેટસ બંધ કરવા, ડાક મિત્ર યોજના પાછી ખેંચવી સહિતના પ્રશ્નો સમાયેલા છે. આ બધા પ્રશ્નોની સરકારને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ નહિ મળતા ક્રમચારીઓએ હડતાળ પાડવાની ફરજ પડી છે.

શું છે યુનિયનની માગણી ?

  • નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવામાં આવે
  • ખાનગીકરણની હિલચાલ અને ફ્રેન્ચાઈઝી આઉટલેટ ખોલવાનું બંધ કરવામાં આવે
  • ઈન્ટરનેટ અને સર્વરની સમસ્યાઓ દૂર કરવામાં આવે
  • 18 માસથી રોકી રાખેલું મોંઘવારી ભથ્થુ તાકીદે ચુકવવામાં આવે
  • ટાર્ગેટ મેળા અને IPPB મહાલોગિન દિવસ તથા ડિપાર્ટમેન્ટ સિવાયના અન્ય કાર્યોના નામે કર્મચારીઓને થતી માનસિક હેરનગતિ તેમજ શોષણ બંધ કરવામાં આવે
  • તમામ કેડરમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે
  • કોરોનાન કારણે મૃત કર્મચારીઓના પરિવારને 10 લાખનું વળતર ચુકવવામાં આવે તેમજ મૃતક કર્મચારીના પરિવારના એક સભ્યની ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરવામાં આવે
  • બેંક તેમજ સરકારી ઓફિસ જેમ પાંચ દિવસનું અઠવાડિયું ગણી શનિવારે રજા આપવામાં આવે
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments