Team Chabuk-Gujarat Desk: ગળામાં ઢોલ અને વગાડવાની દાંડી તૂટી ગઈ જેવી સ્થિતિ જૂનાગઢના યુવાનોની થઈ છે. જૂનાગઢમાં ભરતી પરીક્ષાની શારીરિક કસોટીની તૈયારી માટે કૃષિ યુનિવર્સિટીનું એક માત્ર ગાઉન્ડ આવેલું છે. જ્યાં જૂનાગઢ અને તેની આસપાસના ગામડાંના યુવાનો શારીરિક કસોટી પાસ કરવા માટે તનતોડ મહેનત કરે છે, પણ હવે કોરોનાના કારણે યુનિવર્સિટીના દરવાજા જ બંધ થઈ જતા યુવાનો માથે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે એક તરફ ગુજરાત સરકાર પોલીસની ભરતી બહાર પાડી ચૂકી છે. તો બીજી તરફ જૂનાગઢના યુવાનો પર ગ્રાઉન્ડ ખુલ્લુ ન રહેતાં અવસરના ટાણે આફત આવી પડી છે.
આ અંગે ટ્વીટ દ્વારા ગોપાલ ભાઈ દવેરાએ તંત્રને સવાલ કર્યો હતો. તેમણે લખ્યું છે કે, PSI-ASIની ભરતી અચાનક આવી જવાના કારણે જૂનાગઢનાં વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે કે ફિઝિકલની તૈયારીઓ ક્યાં કરવી.

આ અંગે તેમણે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ ગલ્લા, સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, કલેક્ટર સૌરભ પારઘી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર પી.વી.ચોવટીયાને નમ્ર અપીલ કરી છે. જેથી તેઓ પીએસઆઈની ભરતી ટાણે બંધ કરવામાં આવેલા કૃષિ યુનિવર્સિટીના ગેટના બારણા ખોલે અને વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે.
વર્ષોથી જૂનાગઢમાં ભરતી પરીક્ષાની શારીરિક તૈયારીઓ વિદ્યાર્થીઓ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઊન્ડ પર જ કરે છે, કારણ કે એ ગ્રાઊન્ડ શારીરિક કસોટીની તૈયારીઓ માટે પણ તેની લંબાઈને આધારે યોગ્ય છે. અન્ય ગ્રાઊન્ડમાં વિવેકાનંદ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઊન્ડ સુધી પહોંચવામાં અગવડતા પડે છે.

હાલ તો યુનિવર્સિટીમાં બહારથી કસરત, યોગા અને વોકિંગ કરવા માટે આવતા લોકોનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. જોકે પીએસઆઈ અને એએસઆઈની તૈયારી કરવા માગતા યુવાનો એવી આશ લગાવી બેઠા છે કે અમારા માટે યુનિવર્સિટીના દરવાજા ખોલવામાં આવે. જેથી શારીરિક કસોટી આવી જાય ત્યાં સુધી તૈયારી કરી શકીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત