Homeગુર્જર નગરીજૂનાગઢમાં એક મકાન બળીને રાખ, પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ પરમારની હત્યા સાથે...

જૂનાગઢમાં એક મકાન બળીને રાખ, પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ પરમારની હત્યા સાથે નીકળ્યું આ કનેક્શન

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં આવેલા આંબેડકર વિસ્તારમાં વિજયભાઈ વાળાના ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. આ આગ લાગવાની ઘટનામાં વિજયભાઈનો 4 લાખનો અસબાબ બળીને રાખ થઈ ગયો હતો. ટીવીથી લઈ ફ્રિઝ અને સોફા સુધીની તમામ વસ્તુઓ ઝપેટમાં આવી ગઈ હતી. વિજયભાઈએ આ ઘટનાની એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે અને ફરિયાદમાં રાવણનું નામ લખાવ્યું છે.

ત્રણેક મહિના પહેલા જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમાર (Dharmesh Parmar)ની ધોળા દિવસે નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. જેના તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમનું મકાન બળીને રાખ થઈ ગયું છે, તે ફરિયાદી વિજયભાઈ વાળાના સગાઓનું પણ નામ આરોપી તરીકે હોવાથી તેમનું ઘર બાળી નાખ્યું હોવાનું અને વારંવાર ધાકધમકી મળતી હોવાનું વિજયભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં વિજયભાઈ વાળાએ પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણ પરમાર, રાજુ સોલંકી, કિશોર વડીયાતર, અશોક ચૌહાણ, કાલુ, ભાસ્કર, શરદ બાબુ, મલ્હાર પરમાર, ગૌતમ વડીયાતર સહિતના નવ લોકોની સામે ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે રાજકીય અદાવતમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની ધોળા દિવસે ઠંડા કલેજે હત્યા નીપજાવી નાખવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં એ વિગત સામે આવી હતી કે છેલ્લા કેટલાય સમયથી ધર્મેશ પરમાર (Dharmesh Parmar) અને મહિલા કોર્પોરેટરના પતિ સંજય બાડીયા વચ્ચે મનદુ:ખ ચાલી રહ્યું હતું. સંજયે પોતાના ભાઈ કમલેશ ઉર્ફે મચ્છરને મારવાનું કહ્યું હતું. તેણે ધર્મેશ પરમારને મારવા માટે આખો પ્લાન ઘડી કાઢ્યા હતો. ધર્મેશ પરમારની જ્યારે હત્યા થઈ ત્યારે સંજય ગુજરાત બહાર મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટનામાં કુલ છ લોકો મળીને ધર્મેશની હત્યા નીપજાવી હતી.

હવે આ હત્યાના પડઘા ફરી એક વાર પડ્યા છે. વિજય વાળાનું ઘર બળીને રાખ થઈ જતાં તેણે રાવણ પરમાર સહિતના આઠ લોકોનું નામ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે. ત્યારે આગામી સમયમાં પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments