Homeવિશેષફાયદાની વાતઃ વર્ષા ઋતુમાં શું ખાવું, શું ન ખાવું એ સદર્ભે આયુષ...

ફાયદાની વાતઃ વર્ષા ઋતુમાં શું ખાવું, શું ન ખાવું એ સદર્ભે આયુષ મંત્રાલયે જે કહ્યું એ જાણી લો

Team Chabuk-Special Desk: કોઈપણ ઋતુના સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે આ સમયે બિમાર થવાની શક્યતાઓ પણ વધી જાય છે ત્યારે વર્ષા ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું એ સંદર્ભે આયુષ નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેને અનુસરી રોગ મુક્ત રહેવા સૌને અનુરોધ પણ કરાયો છે.

આયુષ નિયામકની કચેરી દ્વારા જણાવ્યા પ્રમાણે આજે દેવપોઢી અગિયારસથી જ ભારતીય સંસ્કૃતિ મુજબ ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે સામાન્ય ભાષામાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે. વરસાદની આ ઋતુમાં વાતાવરણ મનમોહક હોય છે પણ આજ સમય હોય છે કે જેમાં નાની મોટી બીમારીના લીધે હોસ્પિટલો ઉભરાતી હોય છે, જેનું સાચું કારણ વર્ષા ઋતુંમાં શું શું કરવું તેની યોગ્ય જાણકારીનો અભાવ હોય છે. જો આ અંગેની જાણકારી હોય તો બીમાર થતા બચી શકાય.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની આયુષ કચેરી દ્વારા વર્ષા ઋતુમાં શું ખાવું? શું ન ખાવું એ માટે જાણકારી આપતા જણાવાયુ છે કે, આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરમાં અસંતુલન થાય છે,  જેના લીધે રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થાય છે, સામાન્ય રીતે આપણે  ખોરાકમાં  કાયમ લેતાં હોઈએ તે ખોરાક આ ઋતુમાં પણ લઈએ છીએ, પરંતુ વર્ષાઋતુમાં પાચનશક્તિ નબળી હોવાના લીધે ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે વિવિધ નાની-મોટી બીમારી અને સમસ્યાઓ ઊભી થાય છે.

એટલે જ મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ-નિયમો આ ચાર મહીનામાં જ આવે છે અને ઉપવાસ અને અન્ય નિયમોના લીધે આપણે સંસ્કૃતિના પાલનની સાથે સાથે આપણી તંદુરસ્તીની પણ જાળવણી કરી લઈએ છીએ.અત્યારે આમ તો ચોમાસાની શરૂઆત હોવાથી આ સમય ઋતુસંધિકાળ ગણાય એટલે  કોઈપણ ઋતુ સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. અને આ સમયે બીમાર થવાની શક્યતાઓ વધી જાય છે.

તો શું કરવું ?

ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે બહારનો ખોરાક, મેંદા વાળો ખોરાક જેમ કે  પિત્ઝા, પાંઉભાજી, દાબેલી વગેરે અને વાસી ખોરાક ન આરોગવા જોઈએ.

પાણી ઉકાળીને પીવું

હળદર એ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે એટલે આયુષ મંત્રાલય, ભારત સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ  એક ચમચી હળદર રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવી અથવા હળદર વાળું દુધ પીવું.

તુલસીના પાનનો ઉકાળો

તુલસીનાં 10-12 પાંદડાં અને ચપટી સૂંઠ સાથેનો ઉકાળો પીવો.

લીબું શરબત

સાકર, સંચળ, મરી નાખીને બનાવેલ તાજા લીબુંનો શરબત રોજ પી શકાય કારણ કે લીબુંથી  પાચનશકિતમાં વધારો થશે અને લીંબુમાં વિટામિન સી હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments