Homeગુર્જર નગરીજૂનાગઢ: દારૂ પી કામ પર આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે વ્યક્તિને પગના...

જૂનાગઢ: દારૂ પી કામ પર આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે વ્યક્તિને પગના ભાગે છરીથી ચેકા માર્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં દિવસે અને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. આજે ફરી એક વ્યક્તિએ ચાકુ લઈ હુમલો કર્યાંની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સને દારૂ પી લાટી પર આવવાની મનાઈ ફરમાવવામાં આવી હોવાથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને છરી લઈ હુમલો કર્યો હતો.

જૂનાગઢ શહેરમાં રહેતા રફીકભાઈ હાજમભાઈ શેખે નોંધાવેલી ફરિયાદના આધારે યુસુફભાઈ બાવામિયાં ઉર્ફે કાગડો રફીકભાઈની લાટી પર અવાર નવાર દારૂ પી કામ કરવા આવતો હતો. આથી રફીકભાઈએ તેને દારૂ પી કામ પર આવવાની ના પાડી હતી.

રફીકભાઈની વાત સાંભળી યુસુફ ઉર્ફ કાગડો ઉશ્કેરાઈ ગયો હતો અને રફીકભાઈને જેમ તેમ ગાળો ભાંડવા લાગ્યો હતો. મામલો વધારે બિચકતા યુસુફે છરી કાઢી હતી અને રહીમભાઈના પગનાં ભાગે બે ચેકા મારી તેમને મૂંઢ માર માર્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાની રહીમભાઈએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments