Homeગુર્જર નગરીજૂનાગઢ: નિવૃત આર્મીમેન હાથમાં હથિયાર લઈ પત્નીને ધમકાવતો હોય તેવો વીડિયો આવ્યો...

જૂનાગઢ: નિવૃત આર્મીમેન હાથમાં હથિયાર લઈ પત્નીને ધમકાવતો હોય તેવો વીડિયો આવ્યો સામે, ગોળી ચલાવવા પાછળનું આ છે કારણ…

Team Chabuk-Gujarat Desk: બહુચર્ચિત આર્મીમેન દ્વારા મહિલા પર ગોળી ચલાવ્યાની ઘટનાએ જૂનાગઢ જિલ્લામાં ભૂકંપ લાવી દીધો છે. હવે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આર્મીમેન પોતાની પત્નીને હાથમાં કોઈ હથિયાર લઈ ધમકાવી રહ્યો છે. આ વીડિયોમાં આર્મીમેન ગુસ્સામાં પોતાની પત્નીને કહે છે કે મેં તને પ્રેમ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની પોલીસ ફરિયાદ નિવૃત આર્મીમેનની પત્નીએ પોલીસને કરતા પોલીસે તેની ત્યાંથી જ ધરપકડ કરી લીધી હતી.

જૂનાગઢ જિલ્લામાં પરમ દિવસે ભડાકાના પડઘા પડ્યા હતા. માનવ મહેરામણથી ઉભરાતા જૂનાગઢ જિલ્લાના દાણાપીઠના વિસ્તારમાં આવેલી આંગણવાડીની ઓફિસ પાસે નિવૃત આર્મીમેન મનીષ પટેલે બપોરના સમયે પોતાની પત્ની સ્મિતાબહેન પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ આર્મીમેન પોતાની ઈજાગ્રસ્ત પત્નીને ગુસ્સામાં સંબોધી કહી રહ્યો હતો કે મેં તને પ્રેમ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઈએ ચોરીછૂપેથી ઉતારી લીધો હતો.

વીડિયોમાં હાથમાં હથિયાર સાથે વિફરેલો આર્મીમેન દેખાય છે. પત્ની સ્મિતાબહેન જમીનદોસ્ત છે. થોડી થોડી વારે તે હથિયાર લઈ પત્નીને મૂંઢ માર મારે છે. નજીકમાં એક ભાઈ છે પણ તે નજીક જવાની હિંમત નથી દાખવી શકતા. વીડિયોને કોઈએ દિવાલ નજીકથી શૂટ કર્યો છે. ઘટના બન્યા બાદ ઈજાગ્રસ્ત સ્મિતાબહેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાસ્થળ પરથી જ નિવૃત આર્મીમેન પતિ મનીષ પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ભડાકા પાછળનું કારણ કંઈક એવું સામે આવી રહ્યું છે કે સ્મિતા અને મનીષના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. જોકે લગ્નજીવન સુખેથી પસાર નહોતું થઈ રહ્યું. ઘરમાં અવાર નવાર ઠામડા ખખડતા રહેતા હતા. છ મહિના પૂર્વે પત્ની સ્મિતાબહેન પોતાના પુત્રને લઈ પિયર ચાલી ગઈ હતી. આર્મીમેન પોતાના પુત્રને મળવા ઈચ્છતો હતો. પણ એની પિતાતુલ્ય લાગણીને કોઈ સમજી નહોતું રહ્યું. આથી તેણે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યાંની માહિતી મળી રહી છે. પોલીસે આરોપી મનીષની પાસેથી ધડાકો કરેલ તે હથિયાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments