Homeતાપણુંઉત્તર પ્રદેશમાં ભાજપ જીતે છે તો યોગી આદિત્યનાથ આ ત્રણ કિર્તીમાન રચશે

ઉત્તર પ્રદેશમાં ભાજપ જીતે છે તો યોગી આદિત્યનાથ આ ત્રણ કિર્તીમાન રચશે

Team Chabuk-Political Desk: યોગી આદિત્યનાથજી. હિન્દુત્વની વિચારધાર. મંદિર અને ગાય પર ભારોભાર પ્રેમ. ભાજપે સત્તામાં આવતા પૂર્વે રામ મંદિર બનાવી આપવાનું વચન આપ્યું હતું. એ એમણે પૂર્ણ કર્યું. રામ મંદિર બની રહ્યું છે. તોપણ બીજી ટર્મમાં યોગી આદિત્યનાથને જીત માટે નરો વા કુંજરો વા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે ગત વર્ષ કરતા સ્થિતિ વિપરિત હતી. કોંગ્રેસના ધારાસભ્યો એક જ ઈનોવામાં બેસીને જાય તેવી સ્થિતિ. સપા અને ભાજપ વચ્ચે સીધી ટક્કર દેખાય. ચૂંટણી પહેલાથી સમાજવાદી પાર્ટી ભાજપને જબરદસ્ત ટક્કર આપી રહી હતી.

આવતીકાલે ખબર પડશે કે યુપીમાં કોણ રાજાભૈયા બને છે. ભાજપ ફરી આવશે કે અખિલેશ રિટર્ન થશે. રાજનીતિની શેરીઓમાં ચર્ચા ચાલી રહી છે કે ભૂતકાળના તમામ કિર્તીમાનોને કડડભૂસ કરી શું યોગી આદિત્યનાથ ફરી સત્તામાં આવશે? એક્ઝિટ પોલનું ત્રાજવું ભાજપ તરફ છે અને ભાજપ એક એવી પાર્ટી છે જે સત્તા માટે કંઈ પણ કરી શકે.

એક્ઝિટ પોલનું ગણિત સાચું પડે છે તો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં એક એવી પાર્ટી તરીકે ઉભરશે કે જે સતત બીજી વખત સત્તામાં આવી હોય. જો યોગી આદિત્યનાથને ફરી ભાજપ મુખ્યમંત્રી બનાવે છે, તો યોગી ઉત્તર પ્રદેશના રાજનીતિક ઈતિહાસના એવા પ્રથમ રાજનેતા બનશે કે જેઓ સતત બીજી વખત મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા. સાથે જ પ્રથમ ટર્મમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરી મુખ્યમંત્રી પદ માટેની શપથ લેનારા પણ ઉત્તર પ્રદેશના પ્રથમ રાજનેતા બનશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments