Team Chauk-National Desk: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દહેજનાં એક ભૂખ્યાં પતિએ પોતાની પત્ની સાથે મારપીટ કરી અને પછી તેના હાથ પગ બાંધી મૂંડન કરી નાખ્યું હતું. પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી છે.
સમગ્ર ઘટના કંઈક એવી છે કે નેપાલ રહેવાસી અમજદ અલીએ પોતાની દીકરી બસીરુનના વિવાહ બહરાઈચના સમોખન ગામના રહેવાસી સાજિદ સાઈની સાથે કર્યા હતા. પુરુષ પર આરોપ લાગ્યો છે કે સાજિદ શરૂઆતથી જ દહેજની માંગણી કરતો હતો અને તેની પત્નીને ફટકાર લગાવતો હતો. પિતા અમજદ અલીએ જણાવ્યું કે દેહજમાં જમાઈ સાજિદ બાઈક અને એક લાખ રૂપિયાની માગણી કરતો હતો. જે આપવા માટે તેઓ સક્ષમ નહોતા. જ્યારે ન આપી શકતાં તે પુત્રીને વારંવાર અમાનવીય યાતનાઓ આપતો હતો.
અમજદ અલીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેની માંગણીઓ પૂરી ન કરવા પર સાજિદે પાંચ વર્ષ સુધી તેની પુત્રીને અસહ્ય યાતનાઓ આપી હતી. ભૂતકાળમાં ઘણી વખત યુવતીના પિતા તેને સમજાવીને ઘરે લાવતા હતા અને આ યાતનામાંથી બચાવતા હતા. જોકે આ વખતે પાણી માથા પરથી પસાર થઈ ગયું. તેના પિતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, સાજિદે પહેલા પુત્રીને નિર્દયતાપૂર્વક મારી અને બાદમાં તેનું મૂંડન કરી નાખ્યું.
પીડિત મહિલાએ જણાવ્યું કે તે ન્યાય માટે પોલીસ સ્ટેશને ગઈ હતી પણ તેની અને તેના પિતાની આખી વાત જાણ્યા કારવ્યા વિના જ પોલીસ સ્ટેશનથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એ પછી ઉચ્ચ પોલીસ અધિકારી પાસે જતા તેમણે આરોપીની ધરપકડ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત