Team Chabuk-Gujarat Desk: આખરે ચાર દિવસથી ગુમ થયેલા જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુનો પત્તો લાગ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રથી મળી આવ્યાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાપુને હાલ વડોદરા લાવવામાં આવી રહ્યા છે. હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રના એક સેવકને મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી વડોદરા પોલીસ હરિહરાનંદ બાપુને શોધી રહી હતી.
હરિહરાનંદ બાપુ મળી આવ્યાના સમાચાર મળતાં જ અનુયાયીઓમાં ખુશી જોવા મળી રહી છે. તેમના ગુમ થવાથી ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ હજુ સૂમસામ જોવા મળી રહ્યો છે. હરિહરાનંદ બાપુ મળી આવતાં અમદાવાદમાં આવેલ સરખેજ આશ્રમના વિવાદ અંગે અનેક ખુલાસા થશે.

હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે ઈનામની પણ જાહેરાત કરી હતી અને લોકોને વિનંતી કરી હતી કે જો કોઈને બાપુ અંગેની જાણકારી મળે તો પોલીસને તુરંત જાણ કરે.
તો બીજી તરફ, ભારતી આશ્રમના હરિહારાનંદ બાપુ મામલે જેમના સામે આરોપ મૂકાયો છે તે આશ્રમના ઋષિ બાપુએ કહ્યુ કે, મને બદનામ કરવા માટે આરોપ લગાવાયા છે. બાપુની પ્રતિષ્ઠાને લાંછન લગાવવામાં આવ્યું છે. કેટલાક લોકો સંતત્વને લાયક નથી હોતા.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત