Homeગામનાં ચોરેLIC IPO: દેશનો સૌથી મોટો IPO આજથી ભરી શકાશે

LIC IPO: દેશનો સૌથી મોટો IPO આજથી ભરી શકાશે

Team Chabuk-National desk: દેશનો સૌથી મોટો IPO આજથી રોકાણકારો માટે ખુલ્યો છે. પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને 9 મે સુધી લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ના IPOમાં રોકાણ કરવાની તક મળશે.

902-949 રૂપિયાના ભાવે ઓછામાં ઓછા 15 શેર મળશે. એટલે કે એક લોટના રોકાણકારોએ 14235નું રોકાણ કરવું પડશે અને વધુમાં વધુ 14 લોટ ખરીદી શકાશે. આ IPOમાં બે છૂટ છે. એક પોલિસીધારકો માટે અને બીજી છૂટક રોકાણકારો માટે. એક સાથે બે છૂટનો લાભ મળશે નહીં. પોલિસીધારકોને 60 રૂપિયા અને છૂટક રોકાણકારોને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

જો તમે પોલિસીધારકના ક્વોટાનો લાભ લેવાં માંગતા હોઈ તો પોલિસી 13મી ફેબ્રુઆરી પહેલાની હોવી જોઈએ જે હજુ પણ અમલમાં હોવી જોઈએ. પછી 28 ફેબ્રુઆરી સુધીમાં તમારું પાન કાર્ડ આ પોલિસી સાથે લિંક થઈ ગયેલું હોવું જોઈએ. જો પોલિસીધારક સગીર છે, તો તેના નામે ડીમેટ ખાતું હોવું જોઈએ.

રોકાણકારોએ આ સ્ટોકમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ. વીમા ક્ષેત્ર આગળ વધવાની વિશાળ સંભાવના છે. વીમા ઉદ્યોગ 2021-32 દરમિયાન 14-16 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામશે. જો કે, તેના માર્કેટ શેર અંગે ચિંતા રહે છે. એન્જલ વને કહ્યું છે કે, એલઆઈસીનું વેલ્યુએશન એમ્બેડેડ વેલ્યુ કરતાં માત્ર 1.1 ગણું છે. લિસ્ટેડ ખાનગી કંપનીઓ 2.5 થી 4.3 ગણા ભાવે ટ્રેડ થઈ રહી છે. જોકે, વ્યક્તિગત વીમા વ્યવસાયમાં LICનો બજારહિસ્સો ચોક્કસપણે ચિંતાનો વિષય છે. આ હોવા છતાં, રોકાણકારોએ ચોક્કસપણે LICના IPOમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.

LICનું નુકસાન એ છે કે તેનો બજાર હિસ્સો સતત 8 વર્ષથી ઘટી રહ્યો છે. તે 72 ટકાથી ઘટીને 64 ટકા પર આવી ગયો છે. ભારતમાં વીમા ઉદ્યોગનો વિકાસ દર 17 ટકા છે, જ્યારે LICનો વિકાસ દર 7 ટકા છે. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 85 રૂપિયા છે. મતલબ કે રૂ. 949નો શેર રૂ. 1,034 પર ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ 2 મેના રોજ એન્કર રોકાણકારો માટે ખુલેલ આ IPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં ભારત અને વિદેશના 20 એન્કર રોકાણકારોએ ભાગ લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments