Team Chabuk-Gujarat Desk: ગરવા ગિરનારની ગોદમાં મહા-શીવરાત્રીનો મેળો માણવા આવતા યાત્રાળુઓ માટે ભવનાથ પહોંચવાના અલગ અલગ માર્ગો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભવનાથના મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થવાની સંભાવના હોય ટ્રાફીક નિયમન કરવા તથા સાવચેતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમુક રસ્તાઓ વન-વે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ અમુક વિસ્તારમાં પાર્કિંગ ઝોન, નો-પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ક્યાં ક્યાં રસ્તાઓ વન-વે જાહેર ?
૧. ભરડાવાવ થી સોનાપુરી ત્રણ રસ્તા ફકત જૂનાગઢ શહેર તરફથી ભવનાથ તળેટી પ્રવેશ માટે
૨. સોનાપુરી ત્રણ રસ્તાથી ગિરનાર દરવાજા તરફ ફકત જૂનાગઢ શહેર તરફ જવા માટે
૩. પાસ ધરાવતા અથવા પૂર્વ મંજૂરી મેળવેલ વાહનો ગીરનાર તળેટી જવા માટે ભરડવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. તેમજ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં વાહનો પર્ક કરવાના રહેશે.
૪. ગીરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગીરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે.
૫. મહા શિવરાત્રી દરમ્યાન યાત્રાળુઓ તથા સરકારી વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે અને મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહી.
૬. મહા શિવરાત્રીનાં દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તરફ જતા તમામ વાહનોને કલાક ૧૦-૦૦થી અવર જવર માટે પ્રતિબંધ રહેશે.
૭. છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ જતા વાહનો લઈ જવા માટે પ્રતિબંધ રહેશે.
૮. ગીરનાર દરવાજા થી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફક્ત જવા માટે બંધ)
૯. સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફક્ત જવા માટે બંધ)
ક્યાં વિસ્તારોને નો-પાર્કિંગ જાહેર કરાયા
૧. કાળવાથી દાતાર રોડ, કામદાર સોસાયટી થી ગીરનાર દરવાજા, ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો-પાર્કિંગ.
૨. મોર્ડન ચોકથી જવાહર રોડ, સ્વામી મંદિર, સેજનીટાંકી, ગીરનાર દરવાજા સુધી.
ક્યાં સ્થળે વાહન પાર્ક કરી શકશો?
જાહેર પાર્કિંગ સ્થળો-
(૧) નીચલા દાતાર પાસે, ખુલ્લી જગ્યા – તમામ પ્રકારના વાહનો માટે.
(૨) વૃદ્ધાશ્રમ અપના ઘર, સામેની ખુલ્લી જગ્યા- તમામ પ્રકારના વાહનો માટે.
(૩) જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, ભવનાથ- ટુ વ્હીલર પ્રકારના વાહનો.
(૪) પ્રકૃતિ ધામ, તમામ પ્રકારના વાહનો.
(પ) સાયન્સ મ્યુઝિયમ સામે, તમામ પ્રકારના વાહનો.
પ્રાઇવેટ વાહન પાર્કિંગ સ્થળો – તમામ પ્રકારના વાહનો માટે
(૧) ભાગચંદભાઈ સુખવાણી (કાળુભાઈની) વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી ભવનાથ રોડ.
(૨) શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર)
(૩) જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા, મજેવડી રોડ, (માલિક ડોલરભાઈ કોટેચા)
(૪) એડવોકેટ દિપેન્દ્રભાઈની વાડી- ગીરનાર દરવાજા.
(પ) અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
