Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ઘરેણા સમાન અદભુત, દુર્લભ અને અવિશ્વસનિય એવા ઉપરકોટના કિલ્લાની જીર્ણોદ્ધારની પ્રક્રિયા ચાલી રહી છે. એક મહિનાની અંદર બે-બે સમાચાર સામે આવ્યા. એક શુભ છે અને બીજા અશુભ છે. ઉપરકોટના કિલ્લાના ઝાડી ઝાંખરા હટતા ત્યાંથી કેટલાક દુર્લભ અવશેષો સામે આવ્યા. જેમાં એક દરવાજો છે અને બીજું હાથની છાપ પણ છે. બ્રાહ્મી લીપીમાં લખાયેલું લખાણ પણ છે. આ સિવાય કિલ્લામાં રાણકદેવીના મહેલનો ઘુમ્મટ ધરાશાયી થવાના કારણે એક મજૂરનું મોત થયું હતું.
હાલ જૂનાગઢ શહેરના ઉપરકોટના કિલ્લામાં આવેલા 800 વર્ષ જૂના તોરણ ગેઈટના જીર્ણોદ્ધારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ તોરણ ગેઈટનો ઈતિહાસ ઉપરકોટના કિલ્લાની સાથે તેનું અભિન્ન અંગ બનીને જોડાયેલો છે. ગાઇડ પરસોતમભાઇ જુમાણીએ કિલ્લા અંગે જણાવ્યું હતું કે, 800 વર્ષ પૂર્વે સિદ્ધરાજ જયસિંહે ઉપરકોટના કિલ્લા પર ચડાઈ કરી હતી. એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ તોરણ ગેઈટમાંથી બાર વર્ષ સુધી પ્રવેશી નહોતો શક્યો, કારણ કે રાખેંગારે આ ગેઈટને બંધ રાખ્યો હતો.
બળથી નહીં તો કળથી કરી, સિદ્ધરાજ જયસિંહે રાખેંગારના ભાણેજ દેશળ અને વિશળને રાજ્ય આપવાની લાલચ આપી હતી અને તેમણે આ ગેઈટ ખોલી નાખ્યો હતો. યુદ્ધ થયું અને રાખેંગારનું મૃત્યુ થયું હતું. રાખેંગાર સાથે છળ-કપટ કરનારા દેશળ અને વિશળના હાથમાં પણ કંઈ નહોતું આવ્યું. સિદ્ધરાજ જયસિંહે આ બંનેને ઉપરકોટની ધક્કાબારીએથી ફેંકી દેતા બંનેના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનું જેમ જેમ સમારકામ થતું જઈ રહ્યું છે, તેમ તેમ તેનો ધરબાયેલો ઈતિહાસ પણ ઉજાગર થઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
