Homeગુર્જર નગરીજૂનાગઢ: ભેંસાણના યુવાનની આત્મહત્યા પાછળ છોકરીની લાલચ આપી નાણાં પડાવી લીધાનું સામે...

જૂનાગઢ: ભેંસાણના યુવાનની આત્મહત્યા પાછળ છોકરીની લાલચ આપી નાણાં પડાવી લીધાનું સામે આવ્યું

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદાર પરા વિસ્તારમાં એક યુવાને થોડા દિવસ પહેલા ગળેટૂંપો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતા ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લઈ મરવા માટે મજબૂર કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જ્યારે શોકમાં ગરકાવ પરિવારજનોને પણ યુવાનનું મૃત્યુ પાછળ આવું કારણ હોવાનું સામે આવતા અચંબામાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે ભેંસાણ તાલુકામાં ભાર્ગવ નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાની ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાનના પિતા રમેશભાઈ કપૂરિયાએ આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે મૃતક યુવાનની કોલ ડિટેલ્સ કઢાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે એક શખ્સ છોકરીઓની લાલચ આપી રૂપિયા 53020 ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેથી હાલ આ શખ્સની વિરુદ્ધ ભાર્ગવને આત્મહત્યા કરવા મજબૂર કર્યાંની ફરિયાદ નોંધવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments