Team Chabuk-Political Desk: પંજાબનો ગઢ સર કર્યાં પછી આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ બુલંદીઓ પર છે. પાર્ટીએ હવે છત્તીસગઢનો કિલ્લો ફતેહ કરવાની વાત વહેતી મૂકી છે. છત્તીસગઢમાં પણ કોંગ્રેસનું જ શાસન છે, જેથી દિલ્હી, પંજાબ બાદ હવે છત્તીસગઢમાંથી કોંગ્રેસનો ધરમૂળથી સફાયો થઈ જાય તો નવાઈ નહીં. આવતા વર્ષે થનારી છત્તીસગઢની ચૂંટણીને લઈ પાર્ટીએ કમર કસી લીધી છે. કેજરીવાલની પાર્ટીએ આ માટે અત્યારથી યોજના બનાવવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારના રોજ છત્તીસગઢના બે દિવસીય પ્રવાસ પર ઉપડશે. જેથી વર્તમાનમાં કોંગ્રેસ શાસિત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીની તૈયારીને ગતિ આપી શકે.
ગોપાલ રાયની સાથે આમ આદમી પાર્ટીના પૂર્વાંચલ વિંગના પ્રભારી અને બુરાડીના ધારાસભ્ય સંજય ઝા પણ છત્તીસગઢ જશે. તેઓ રવિવારના રોજ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. સાથે જ આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે અને રાજ્યમાં મોટાપાયે સદસ્યતા અભિયાનની શરુઆત કરશે. બુરાડીથી ધારાસભ્ય સંજીવ રાયે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા નીકળનારી વિજયયાત્રામાં ભાગ લેશે. જેથી પંજાબમાં પાર્ટીની શાનદાર જીતને ચિન્હિત કરી શકાય. આ યાત્રાથી લોકોમાં પાર્ટીનો સંદેશ પહોંચાડશે.
તેમણે કહ્યું હતું કે પાર્ટી આગામી વર્ષે છત્તીસગઢમાં યોજનારી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, કારણ કે રાજ્યના લોકો ખાસ કરીને યુવા અને મહિલા, કોંગ્રેસ સરકારથી નિરાશ છે અને પરિવર્તન ઈચ્છે છે. સાથે જ કહ્યું કે અગલ રાજ્યનું ગઠન થયા બાદ 15 વર્ષ સુધી ભાજપનું શાસન રહ્યું. પરંતુ તેમણે વાયદાઓ પૂર્ણ નથી કર્યાં. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું હતું અને કોંગ્રેસને જનાદેશ આપ્યો હતો. પરંતુ કોંગ્રેસ પોતાના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યના લોકોને કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. 2018માં છત્તીસગઢની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 90 સીટમાંથી 85 પર ઉમેદવારો ઉતાર્યાં હતા. દુર્ભાગ્યવશ અહીં પાર્ટી ડકમાં આઊટ થઈ ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત