Homeગુર્જર નગરીજૂનાગઢમાં બી.યુ. સર્ટિફિકેટની બબાલ શુ છે? જાણો સરળ શબ્દોમાં

જૂનાગઢમાં બી.યુ. સર્ટિફિકેટની બબાલ શુ છે? જાણો સરળ શબ્દોમાં

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં હાલ બી.યુ. પરમિશન વિવાદ ચર્ચાના ચકડોળે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરની નામાંકિત ખાનગી બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટની ટકોર બાદ કુંભકર્ણ નિંદ્રામાં સુતેલી જૂનાગઢ મહાનગરપાલિકા એકાએક જાગી છે. શહેરમાં આવેલી ખાનગી બિલ્ડીંગોનું લિસ્ટ બહાર પાડી તેની સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

શું છે બી.યુ. સર્ટિફિકેટ ?

બી.યુ. એટલે બિલ્ડીંગ યુઝ પરમિશન સર્ટિફિકેટ. બિલ્ડીંગનું બાંધકામ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવે છે. બિલ્ડિંગમાં નિયમ મુજબનું બાંધકામ છે ? ફાયર સેફટીની સુવિધા છે ? વગેરે બાબતોની તાપસ કરીને બી.યુ. સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ આપ્યા બાદ જ બિલ્ડીંગનો ઉપયોગ થઈ શકે છે.

જૂનાગઢમાં કેમ થયો વિવાદ?

કોર્ટની ટકોર બાદ જૂનાગઢ મહાનગરપાલિકા રાતોરાત જાગી છે. શહેરની ખાનગી બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા નાગરિકોને મુશ્કેલી સર્જાઈ છે. તેમાં પણ ગઈ કાલે શહેરના બાલાજી એવેન્યુને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરતા દર્દીઓ રઝળી પડ્યા હતા. બાલાજી એવેન્યુમાં છ જેટલી હોસ્પિટલ આવેલી છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા મનપા પર નાગરિકો રોષ ઠાલવી રહ્યા છે.

શહેરમાં કેટલા બાંધકામ બી.યુ.વિનાનાં?

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૩૩ સ્કૂલો, ૫૩ હોસ્પિટલો, ૨૪ બિલ્ડીંગો અને ૨૪ રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ બી.યુ. સર્ટિફિકેટ વિનાના હોવાનું લિસ્ટ બહાર આવ્યું છે.

આજે એમ.જી. રોડ બંધ?

સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે જે આ પ્રમાણે છે..

જૂનાગઢ મહાનગરપાલિકાને મળેલ હાઇકોર્ટનાં આદેશ મુજબ કરવામાં આવેલ ફાયર એન. ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકટ મુદ્દે વેપારીઓમાં નારજગી આવિતિકાલે એમ.જી. રોડ બંધ તેમજ આગામી દિવસોમાં જૂનાગઢ પણ બંધ રાખવા આપવામાં આવી ચીમકી. મહાનગરપાલિકા ખરેખર જ કામગીરી કરવા માંગે જ છે તો ગેરકાયદસરના બાંધકામ પણ શા માટે દૂર કરવામાં આવતા નથી.

વી આર્કેડ એસોસિએશન, એમ.જી.રોડ, જુનાગઢ

મહાનગરપાલિકા ભવન પણ બી.યુ. વિનાનું?

સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા સમાચાર મુજબ શહેરના એક જાગૃત નાગરિકે  કરી જૂનાગઢ મહાનગરપાલિકા ભવન સંવાદ કોપ્લેક્ષનું બી.યુ. સર્ટિફિકેટ માગ્યું છે. આજથી 6 મહિના પહેલા કરેલી અરજીનો હજુ સુધી જવાબ ન આવતા મહાનગરપાલિકા ભવન પણ બી.યુ. વિનાનું હોવાની ચર્ચા જાગી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments