Team Chabuk-Political Desk: આ પહેલા આપણે વાત કરી કે એક્ઝિટ પોલના તારણ અનુસાર યોગી આદિત્યનાથ ત્રણ વિક્રમ સર્જી શકે છે. ભાજપને બીજી વખત સત્તામાં લાવી શકે છે, ખૂદ બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બની શકે છે અને ત્રીજું પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યાં બાદ બીજી વખત મુખ્યમંત્રી પદની શપથ લઈ શકે છે. એક્ઝિટ પોલ અનુસાર પ્રથમ વિક્રમ સર્જાવાનો છે પરંતુ બીજા બે વિક્રમમાં ભાજપના હાઈકમાન્ડનું ચાલશે.
ઉત્તર પ્રદેશની રાજનીતિનો ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે છે કે વર્ષ 1951-52થી અત્યાર સુધી ડો.સંપૂર્ણાનંદ, ચંદ્રભાનુ ગુપ્ત, હેમવતી નંદન, બહુગુણા અને નારાયણ દત્ત તિવારીએ બે વખત મુખ્યમંત્રી પદના શપથ તો લીધા છે, પરંતુ તેમને આ તક બે અલગ અલગ વિધાનસભાઓમાં મળી.
પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી હતા. પંતને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે 28 ડિસેમ્બર 1954ના રોજ ડો. સંપૂર્ણાનંદને મુખ્યમંત્રી પદ પર નિયુક્ત કર્યાં હતા. 1957ની ચૂંટણી આવી ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર બિરાજમાન રહ્યા. 1957ની ચૂંટણી કોંગ્રેસ જીતી ગઈ. 10 એપ્રિલ 1957ના રોજ સંપૂર્ણાનંદે મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓ સતત બીજી વખત મુખ્યમંત્રી તો બન્યા પરંતુ અલગ અલગ વિધાનસભામાંથી. પ્રથમ વખત તેમને પંત બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને આ વખતે તેમને પૂરાં પાંચ વર્ષનો કાર્યકાળ ન મળ્યો.
થયું એવું કે કોઈ કારણોસર 6 ડિસેમ્બર 1960ના રોજ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. તેમની જગ્યા ચંદ્રભાનુ ગુપ્તે લીધી. આ રીતે અલગ અલગ વિધાનસભાઓ માટે ડો.સંપૂર્ણાનંદ મુખ્યમંત્રી પદ પર રહ્યા. યોગી માટે પણ આવું થાય તો નવાઈ નહીં. ઉત્તર પ્રદેશ ભાજપમાં જ યોગીના કેટલાય વિરોધી છે. જે અગાઉ પણ વિરોધના સૂર ઉઠાવી ચૂક્યા છે. ઘણા કાર્યકર્તાઓ અને નેતાઓએ 2022ની ચૂંટણીમાં અખિલેશની સાઈકલ સવારી કરવાનું પસંદ કર્યું હતું. એવામાં હવે અંદરથી જ મુખ્યમંત્રી પદ માટે યોગીનો કોઈ શત્રુ પાકે છે કે નહીં તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
