Homeતાપણુંચંદ્રભાનુ ગુપ્ત: ભ્રષ્ટાચારનો આરોપ ઉત્તર પ્રદેશના એ મુખ્યમંત્રી પર લાગ્યો જે મૃત્યુ...

ચંદ્રભાનુ ગુપ્ત: ભ્રષ્ટાચારનો આરોપ ઉત્તર પ્રદેશના એ મુખ્યમંત્રી પર લાગ્યો જે મૃત્યુ પામ્યા ત્યારે ખાતામાં દસ હજાર રૂપિયા હતા

Team Chabuk-Political Desk: ડો. સંપૂર્ણાનંદને બીજી ટર્મમાંથી અધવચ્ચેથી હટાવી તેમના મનસૂબા પર પાણી ફેરવવાનું કાર્ય ચંદ્રભાનુ ગુપ્તે કર્યું. 1902માં અલીગઢ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. 17 વર્ષની વયે તેમણે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. સાઈમન કમિશન અને રોલેટ એક્ટનો વિરોધ કર્યો. જેલમાં ગયા. સ્વતંત્રતા આંદોલનમાં કુલ દસ વખત જેલવાસ ભોગવ્યો. 1929માં લખનઉમાં તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા.

ચંદ્રભાનુ ગુપ્ત આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના ખાતામાં માત્ર દસ હજાર રૂપિયા હતા. લખીમપુર ખીરીમાં આરંભિક અભ્યાસ કર્યો. લખનઉમાંથી કાયદાની ડિગ્રી લીધી. આ કાયદાની ડિગ્રીનો તેમણે એક ખાસ જગ્યાએ ઉપયોગ કર્યો હતો. કાંકોરી કાંડના ક્રાંતિકારીઓનો બચાવ કરનારા વકીલ તેઓ હતા.

સંપૂર્ણાનંદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસમાં આંતરિક કલહ પ્લેગની માફક ફાટી ચૂક્યો હતો. જેનો એક જ ઉપાય હતો. આજે પણ એ ઉપાય રાજનીતિમાં કારગત માનવામાં આવે છે. શ્રીમાન સંપૂર્ણાનંદને રાજસ્થાનના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા. 14 માર્ચ 1962માં ચંદ્રભાનુ ગુપ્તે મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોંગ્રેસમાં તેમનું કદ વધી ગયું. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં જે ડો.સંપૂર્ણાનંદની સાથે થયું તે જ ચંદ્રભાનુ ગુપ્ત સાથે પણ થયું. વર્ષ 1962માં વિધાનસભાની ચૂંટણી આવી. બહુમત મળતા કોંગ્રેસે તેમને ફરી સત્તામાં બેસાડ્યા. સતત બીજી વખત તેમણે શપથ લીધી હતી પણ આધી અધૂરી!

1963માં કામરાજે નહેરુને કહ્યું કે કેટલાક લોકોને છોડીને કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓએ રાજીનામું ધરી દેવું જોઈએ. જેથી રાજ્ય સરકારોને ફરીથી ગઠીત કરી શકાય. જેમ હાલમાં ગુજરાતમાં રૂપાણી મંત્રીમંડળનું થયું. ચંદ્રભાનુને કહેવામાં આવ્યું કે થોડા સમય માટે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી દેવામાં આવે. ચંદ્રભાનુને ખબર પડી ગઈ કે તેમની ગેમ કરવાની યોજના ઘડી નાખવામાં આવી છે. એટલે કે નહેરુ જેને પસંદ નથી કરતા તેને કાઢી મૂકવામાં આવે. ચંદ્રભાનુને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તમને થોડા દિવસ પછી પાછા મુખ્યમંત્રી બનાવી લઈશું. ચંદ્રભાનું માની ગયા અને પછી પદ પરથી ગયા તે ગયા.

તેમને પણ પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરવાની તક ન મળી. પાંચ વર્ષ પૂર્ણ કરે એ પહેલા જ કોંગ્રેસે સુચેતા કૃપલાણીને મુખ્યમંત્રી બનાવી દીધા. સુચેતા કૃપલાણીના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન 1967ની ચૂંટણી થઈ. પણ કોંગ્રેસને બહુમતિ મળી નહીં. જોડતોડથી માંડ માંડ સરકાર બનાવવામાં આવી અને ચંદ્રભાનુ ગુપ્ત 14 માર્ચ 1967ના રોજ ફરી મુખ્યમંત્રી બની ગયા. જોકે ચંદ્રભાનુ ગુપ્તના નસીબમાં પાંચ વર્ષનો પૂર્ણ કાર્યકાળ લખાયેલો નહોતો. આ વખતે ચૌધરી ચરણસિંહે બળવો કર્યો. ગુપ્તની ગાદીનો ભોગ લેવાયો અને તેમને રાજીનામું આપવું પડ્યું. ચંદ્રભાનુ ગુપ્તનો આ કાર્યકાળ માત્ર 19 દિવસનો હતો. ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહ મુખ્યમંત્રી બની ગયા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments