Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની કેટલીક દિવાલો જર્જરીત છે. એ દિવાલો જમીનદોસ્ત થયા બાદ ખ્યાલ આવે છે કે તે મોત બની માથે ભમી રહી હતી. જૂનાગઢમાં આવેલી આવી જ એક દિવાલ પડી છે. જૂનાગઢના ચિત્તાખાના ચોકમાં આવેલી સરકારી કન્યાશાળાની દિવાલ ધડાકાભેર તૂટી પડતા આસપાસના લોકોમાં અફરા તફરી છવાઈ ગઈ હતી. આ સમયે ત્રણ લોકો પર આ દિવાલ મોત બનીને પડવાની હતી પણ સમયસૂચકતા અને ઈશ્વરનો ઉપકાર માનવાનો રહે કે આમાંથી કોઈ પણ ઈજાગ્રસ્ત નહોતું થયું.
ભારે વરસાદના કારણે જૂનાગઢની સ્થિતિ કફોડી બની છે. જૂનાગઢની ચિંતામાં વધારો તેની જૂની દિવાલો કરે છે. જીર્ણશીર્ણ એવી આ દિવાલો ક્યારે નમતું મૂકે કહેવાય નહીં. છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલા વરસાદના કારણે દિવાલો ભેજમય બની છે. એવામાં બપોરના ચિત્તાખાના ચોકની કન્યાશાળાની દિવાલ ધબાયનમ: થઈ ગઈ હતી. દિવાલનો જે કાટમાળ રસ્તે પડ્યો હતો તેને જોતા પ્રાથમિક દૃષ્ટીએ એવું જ લાગે કે, એ કાટમાળ જો કોઈના માથાના ભાગે આવેત તો તેને જીવ જ ગુમાવવાને વારો આવેત અન્યથા મોટી ઈજા થાત.

દિવાલ જ્યારે પડી ત્યારે નજીકમાંથી બે બાઈક સવાર અને એક રીક્ષા ચાલક જઈ રહ્યા હતા. દિવાલ પડતા પહેલા જ સમયસૂકતા વાપરી આ ત્રણે લોકો ખસી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આ દિવાલની નીચે જ આવેલી ફ્રુટની લારી દબાઈ ગઈ હતી. ઘટના અંગે જાણકારી પ્રાપ્ત થતા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળ પર આવી સ્થિતિની સમીક્ષા કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત