Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ના 43માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે વીસ ઓવરમાં નવ વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમે 17.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 153 રન કરી લક્ષ્ય પાર કરી લીધું હતું. આરસીબી તરફથી ગ્લેન મેક્સવેલે ત્રીસ બોલમાં પચાસ રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી.

આ જીતની સાથે બેંગ્લોરના અગિયાર મેચ બાદ 14 પોંઈન્ટ થઈ ગયા છે. ટીમ પોંઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. આરસીબીએ અત્યાર સુધીમાં સાત મેચ જીત્યા છે જ્યારે ચારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન માટે મુશ્કેલીઓ વધી રહી છે. ટીમ માટે પ્લે ઓફનો રસ્તો વધારે મુશ્કેલ બની રહ્યો છે. રાજસ્થાન રોયલ્સનો આ સતત ત્રીજો પરાજય છે. અગિયાર મેચ બાદ આર આરની ટીમના આઠ પોંઈન્ટ છે. રાજસ્થાનને હવે પ્લે ઓફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવા પડશે અને બાકીની ટીમના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.

મેચની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન ટીમની શરૂઆત શાનદાર રહી હતી. એવિન લુઈસ અને યશસ્વી જાયસવાલે પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી હતી. જાયસવાલ 22 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. ઈનિંગમાં તેણે બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. એ પછી લુઈસે આઈપીએલ કરિયરની ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 58 રન બનાવીને જ્યોર્જ ગાર્ટનની બોલ પર આઉટ થયો હતો.

આ બે મહત્વની વિકેટ પડતા જ રાજસ્થાનનો કિલ્લો ધરાશાયી થઈ ગયો હતો. કેપ્ટન સંજુ સેમસન 15 રન પર 19 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેણે બે છગ્ગા લગાવ્યા હતા. એ પછી આરઆરના સાત બેટ્સમેનોના બેટમાંથી એક પણ છગ્ગો નીકળ્યો નહોતો. છ બેટ્સમેનો તો ડબલ ફિગર સુધી પણ પહોંચી નહોતો શક્યા.

મુંબઈની વિરૂદ્ધ હેટ્રિક લેનારા હર્ષલ પટેલનો જાદુ ફરી એક વખત મેદાનમાં જોવા મળ્યો હતો. રાજસ્થાનની ઈનિંગની અંતિમ ઓવરમાં તેણે બે વિકેટ લીધી હતી. હર્ષલે પરાગ અને મૉરિસને ઉપરા છાપરી આઉટ કર્યા હતા. જોકે તે હેટ્રીક નહોતો લઈ શક્યો. આ ઓવરની અંતિમ બોલમાં જ હર્ષલે સકારિયાને પવેલિયન મોકલ્યો હતો. બેંગ્લોર તરફથી હર્ષલે ત્રણ, યુઝવેન્દ્ર ચહલ અને શાહબાજ અહમદે બે બે વિકેટ લીધી હતી. ગાર્ટને એક વિકેટ લીધી હતી.

150 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત સારી નહોતી રહી. કેપ્ટન કોહલી અને દેવદત્ત પડિક્કલે 48 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. પડિક્કલ 22 રન બનાવીને બોલ્ડ થયો હતો. કોહલી 25 રન બનાવી રન આઉટ થયો હતો. બંનેએ પોતાની ઈનિંગમાં ચાર ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. અહીંથી શ્રીકર ભરત અને ગ્લેન મેક્સવેલે મળીને ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી.

ભરત હાફ સેન્ચુરીથી ચૂકી ગયો હતો. 35 બોલમાં એક સિક્સ અને ત્રણ ફોરની મદદથી તેણે 44 રન બનાવ્યા હતા. ભરતને મુસ્તફિઝુરે આઉટ કર્યો હતો. આ દરમ્યાન મેક્સવેલે આઈપીએલ કરિયરની દસમી સેન્ચુરી ફટકારી હતી. તેણે ડિવિલિયર્સની સાથે મળી ટીમને જીત અપાવી હતી. મેક્સવેલ 50 રન અને ડિવિલિયર્સ ચાર રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રાજસ્થાનની તરફથી મુસ્તફિઝુરે બે વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત