Homeગુર્જર નગરીરોપ-વે અને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના કારણે પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો ગીરનાર

રોપ-વે અને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના કારણે પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો ગીરનાર

સોરઠ ધરા સોહામણી અને ગઢ જુનો ઇ ગીરનાર જ્યાં હાવજડા હેંજડ પીવે અને નમણા ઈ નર અને નાર

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ (Junagadh)માં ચોમાસાની મજા માણવા પ્રવાસીઓ ગીરનાર (Girnar) પર મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગીરનાર જાણે ગુજરાતનું હિલ સ્ટેશન (Hill Station) બની ગયું હોય તેમ ગુજરાત અને રાજ્ય બહારના પ્રવાસીઓ કુદરતી નજારો નિહાળવા અને મા અંબાના દર્શન કરવા ઉમટી પડ્યા છે.

જૂનાગઢમાં હાલ ચોમાસું જામ્યું છે. ગીરનાર જાણે સોળે કાળાએ ખીલ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ઠેર-ઠેરથી પ્રવાસીઓ કુદરતી નજારો નિહાળવા ગીરનાર ખાતે આવી રહ્યા છે. પ્રવાસીઓ હાલ મા અંબાના દર્શન કરવાનો લહાવો લઈ રહ્યા છે અને સાથે સાથે કુદરતના સાનિધ્યમાં આવી ખુશીની અનુભૂતિ કરી રહ્યા છે. હાલ ગીરનાર હિલ સ્ટેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકો કાશ્મીર, માઉન્ટ આબુ, સાપુતારા જેવા હિલ સ્ટેશનો પર જવાની જગ્યાએ ગીરનારની પર્વત માળાઓ પર કુદરતી નઝારો નિહાળવા ઉમટી પડ્યા છે.

ચોમાસાની ઋતુમાં લોકો કુદરતના સાનિધ્યમાં આવી મજા માણી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢમાં રહેતા લોકો મહેમાનોને પણ આ કુદરતી લાભ લેવા આમંત્રિત કરી રહ્યા છે. કહેવાય છે ગીરનાર પર્વત પર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. સાધુ-સંતોની ભૂમિ છે. 9 મહિના પહેલા એશિયાનો સૌથી ઉંચો કહી શકાય તેવો રોપ-વે (Rope-way) શરૂ કરવામાં આવ્યો છે. જેથી વૃદ્ધો અને દિવ્યાંગ લોકો પણ મા અંબાના દર્શન કરવાનો લ્હાવો લઈ રહ્યા છે. રોપ-વે બન્યા બાદ પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. દૈનિક 5 હજાર જેટલા પ્રવાસીઓ રોપ-વે દ્વારા મા અબાના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.

photo courtesy-jagdish godeshvar

ઉંચો ગઢ ગિરનાર કે જે વાદળો સાથે વાત કરતો હોય તેવા કુદરતી નજારો હાલ ગીરનાર પર નજરે પડી રહ્યા છે. ખાસ કરી ગુરુદત્ત શિખર કે જે વાદળોથી ઢંકાય જાય છે અને ફરી વાદળો વચ્ચેથી જ્યારે એ શિખરો દેખાય છે ત્યારે આ અદભુત નજારો નિહાળવા લાયક હોય છે. હાલ ચોમાસાની ઋતુમાં લોકો દૂર દૂરથી ગીરનાર પર ઉમટી પડ્યા છે. ગીરનારની પર્વત માળાઓ ઉપર જાણે લીલી ચાદર પાથરી હોય અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા કુદરતી દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ અને ગીરનાર પર કુદરત જાણે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે અને હજુ પણ ઘણા લોકો રોપ-વે હોવા છતાં પગથિયાં ચડીને કુદરતી નજારાનો આનંદ માણતા માણતા ગીરનાર ચડી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments