Homeગામનાં ચોરેત્રીજી લહેર આ ચાર કારણોનાં કારણે આવી શકે છે

ત્રીજી લહેર આ ચાર કારણોનાં કારણે આવી શકે છે

Team Chabuk-National Desk: ભારતમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર આવવાની હોવાનો અંદેશો વારંવાર કરવામાં આવી રહ્યો છે. ઓગસ્ટના અંત સુધીમાં ભારતમાં ત્રીજી લહેર આવવાની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. જોકે બીજી તરફ બીજી લહેર કરતા ત્રીજી લહેરનું જોર ઓછું હશે તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ડિવીઝન ઓફ એપિડિમિયોલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિજીજેજના પ્રમુખ ડો.સીમરન પાંડાએ તેનું અનુમાન વ્યક્ત કર્યું છે.

એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ડો.પાંડાએ કહ્યું કે, ત્રીજી લહેર દેશવ્યાપી હશે, જો કે એનો અર્થ એ નથી કે બીજી લહેરની માફક તે ભયાનક અને ઝડપથી ફેલાશે. તેમણે ત્રીજી લહેરનાં ચાર કારણો પણ દર્શાવ્યા હતાં, જેમાં એક પ્રથમ અને બીજી લહેરમાં પ્રાપ્ત કરેલી રોગપ્રતિકારકતાશક્તિમાં ઉણપ આવવી. જો તે ઘટે છે તો ત્રીજી લહેર આવી શકે છે.

બીજું કારણ કે અત્યાર સુધી પ્રાપ્ત કરવામાં આવેલી ઈમ્યુનિટી પર નવો વેરિએન્ટ પ્રભાવી થઈ શકે છે. ત્રીજું કારણ કે, જો નવો વેરિએન્ટ ઈમ્યુનિટીને પાર નથી કરી શકતો તો તેની પ્રકૃતિ ઝડપથી ફેલાવાની થઈ શકે છે. તેમણે ચોથું અને અંતિમ કારણ રાજ્યોની ઉતાવળને દર્શાવી હતી, જ્યાં ફટાફટ પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યા છે ત્યાં કેસમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ અંગે સતર્ક રહેવાની સૂચના આપતા કહ્યું કે, બે વેરિઅન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ દેશમાં ફેલાઈ ચૂક્યા છે.

કોરોનાના કેસ ઓછા થયા અને બીજી લહેરની સમાપ્તિ થતાની સાથે જ લોકોમાં લાપરવાહી જોઈ શકાય છે. ભારે સંખ્યામાં બજારો અને પર્યટનનાં સ્થળો ભરાઈ ગયા છે. સાર્વજનિક જગ્યાઓમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. માસ્ક અને કોવિડની એક પણ ગાઈડલાઈનનું પાલન થતું જોવામાં નથી આવી રહ્યું. આઈએમએએ પણ લોકોની લાપરવાહીને લઈને સોમવારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાઓ ત્રીજી લહેરનું કારણ બની શકે છે. આઈએમએએ નિવેદનમાં કહ્યું કે, પર્યટકોનું આગમન, તીર્થયાત્રાઓ, ધાર્મિક ઉત્સાહ જરૂરી છે, પણ કેટલાક મહિનાઓ પ્રતીક્ષા કરી શકાય એમ છે.

કેન્દ્રિય ગૃહમંત્રાલયે બુધવારના રોજ કહ્યું કે પર્વતીય પર્યટન સ્થળો સહિત દેશના અનેક ભાગમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેમને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું છે, એ અધિકારીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવેલા પત્રમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, સાર્વજનિક પરિવહનમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બજારમાં ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ દેખાઈ નથી રહ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments