Team Chabuk-Gujarat Desk: શિક્ષણ વિભાગ અને નિયામક, શાળાઓની કચેરી ગાંધીનગર આયોજિત અનુદાનીત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક ભરતી ૨૦૨૧ અન્વયે જૂનાગઢ જિલ્લાના ૪૭ ઉમેદવાર શિક્ષકોને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષસ્થાતામાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે નિમણુંક મેળવનાર દિપ્તીબેન માકડીયાએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવાનું સપનું આજે સાકાર થયું છે અને કોરોનાની મહામારીમાં પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક પત્રો આપતા અમો સરકારના આભારી છીએ.
રાજ્ય કક્ષાએથી ૨૯૩૮ જગ્યા પર શિક્ષકોની નિમણૂક માટે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા દ્વારા પ્રેરક ઉદબોધન આપી પ્રતિક રૂપે ઉમેદવારોને શિક્ષક સહાયકની નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીની આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રણવીરસિંહ પરમાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો તથા ઉમેદવારો હાજર રહ્યા હતા.
બાદમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાતામાં ૪૭ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને તમામ ઉમેદવારોને કલેક્ટરશ્રી, ડીડીઓ, શિક્ષણાધિકારી આર. એસ ઉપધ્યાય, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રણજીત પરમાર, કરમટા તથા શિક્ષણ કચેરીના દ્વારા નિમણૂંક પત્ર એનાયત કરી તમામ ઉમેદવાર શિક્ષકોને શુભેચ્છા આપવામાં આવી હતી. તે ઉપરાંત કોરોના મહામારી સમયે શિક્ષણ વિભાગ જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ કામગીરીના પુસ્તકનું કલેક્ટના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું કે, ભષ્ટાચાર મુક્ત ભરતી થઇ છે. નવા આવેલા તમામ શિક્ષકોને આવકારીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ. આ પ્રસંગે સંચાલક અને શૈક્ષણિક સંઘના હોદેદારો નરશીભાઈ માંડલિયા, લુણાગરિયા, વેજાભાઈ પીઠિયા, નીલેશભાઈ સોનારા, જીતુભાઈ ખુમાણ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત