Homeગુર્જર નગરીરાજકોટ: ‘બાજુમાં કોઈ છે?’ એવું પૂછી પત્નીના ફેસબુકમાંથી પરિણીતાને બિભત્સ મેસેજ મોકલ્યા,...

રાજકોટ: ‘બાજુમાં કોઈ છે?’ એવું પૂછી પત્નીના ફેસબુકમાંથી પરિણીતાને બિભત્સ મેસેજ મોકલ્યા, પોલીસે કરી ધરપકડ

Team Chabuk-National Desk: ફેસબુકના ફાયદા કરતા ગેરફાયદા ચરમસીમાએ છે. પોલીસનો અડધો સમય ઓનલાઈન કેસ શોધવામાં ચાલ્યો જાય છે. રાજકોટમાં પણ ફેસબુકના કારણે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માની ન શકાય. એક પતિ પોતાની પત્નીના ફેસબુક આઈડીમાંથી ત્રણ ત્રણ પરિણીતાની સાથે બિભત્સ મેસેજ તથા વીડિયોકોલ કરતો હતો. સાઈબર ક્રાઈમ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગરોડ પર રહેલી એક મહિલાએ આ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના એવે વખતે બની જ્યારે રાતનો સમય હતો. 19 એપ્રિલની તારીખ હતી. મહિલાના પતિ ટીવી જોતાં હતાં જ્યારે મહિલા ફેસબુકમાં સમય પસાર કરતી હતી. આ સમયે તેમની ફેસબુક ફ્રેન્ડ રેખાબહેનનો તેમના પર એક મેસેજ આવ્યો. એ પછી ધડાધડ મેસેજ આવવા લાગ્યા.

મહિલા આ પ્રકારના મેસેજ આવતા ચોંકી ગઈ હતી. રેખાબહેનના એકાઊન્ટમાંથી પ્રથમ હાઈ અને હેલોના ઔપચારિક સંદેશા આવ્યા. એ પછી મેસેજમાં પૂછ્યું કે, ‘બાજુમાં કોઈ છે?’ મહિલાએ બાજુમાં કોઈ નથી આવો રિપ્લે આપતા, બિભત્સ મેસેજનો એકસામટો મારો થવા લાગ્યો. મહિલાએ પૂછ્યું કે, ‘તમે કોણ છો?’ તો સામેથી રાકેશ જવાબ મળ્યો હતો.

ડઘાઈ ગયેલી મહિલાએ પોતાના પતિને આ અંગે કહ્યું હતું. તેના પતિએ રિપ્લેમાં પોલીસ ફરિયાદ કરવાનું કહેતા બિભત્સ મેસેજ આવવાના બંધ થઈ ગયા હતા. જોકે આ મહિલા એકલી નહોતી જેને આવા ગંદા મેસેજ આવ્યા હોય. મહિલાને જાણકારી મળી હતી કે તેમની શેરીમાં જ રહેતી અન્ય મહિલાઓની સાથે પણ આવો બનાવ બન્યો હતો. જેની તેમણે કોઈ દિવસ અપેક્ષા પણ રાખી નહોતી. આથી તમામ મહિલાઓએ રાકેશભાઈ અને તેમની પત્નીને આ અંગે વાત કરી હતી કે, શા માટે અમારી સાથે આવા મેસેજમાં વાત કરો છો. જેના પર તેમણે ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયાનું જણાવ્યું હતું.

અંતે કોઈ રસ્તો ન બચતા મહિલાએ સાઈબર ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી હતી. પોલીસ તપાસમાં રેખાબહેનના પતિ મનોજભાઈના નામે રજીસ્ટર હતો. આમ રાકેશભાઈએ જ પત્નીના નામનાં ફેસબુક એકાઉન્ટમાંથી પરિણીત મહિલાઓને વીડિયોકોલ કર્યા હોવાનું સાબિત કરી દીધું હતું. આખરે રાકેશની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments