Homeગુર્જર નગરીજૂનાગઢ: યુવાનને નિર્વસ્ત્ર કર્યા બાદ યુવતીએ કપડાં ઉતારી વીડિયો બનાવ્યો તેનો મુખ્ય...

જૂનાગઢ: યુવાનને નિર્વસ્ત્ર કર્યા બાદ યુવતીએ કપડાં ઉતારી વીડિયો બનાવ્યો તેનો મુખ્ય સુત્રધાર બારમાં ધોરણનો છોકરો નીકળ્યો

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે જૂનાગઢમાં હનીટ્રેપના કિસ્સાની વાત કરી હતી. જેમાં ધોરાજી રોડ પર આવેલા રેલવે ફાટકના ગેટકિપરને છરીની ધાક બતાવી, નિર્વસ્ત્ર કરી, ત્રણ લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલ. પહેલી નજર ઘટનાને જોતા એવું લાગતું હતું કે આ કોઈ ગેંગનો હાથ છે. જોકે આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર તો ધોરણ 12 કોમર્સમાં ભણતો આર્યન નીકળ્યો.

શું છે સમગ્ર ઘટના?

બનાવ 25મી જૂનના રોજ બન્યો હતો. જૂનાગઢની સાબલપુર ચોકડી પાસે ધોરાજી રોડના રેલવે ફાટક પર યુવાન ગેટ કિપર તરીકેની પોતાની ફરજ બજાવવા જઈ રહ્યો હતો. ત્યાં વચ્ચે જ આરોપી સલમાન વિશળ, બસીર સુમરા અને સબનમ ઉર્ફ સમુ તેની સામે આવી ગયા હતા. ધાકધમકીની શરૂઆત અહીંથી થઈ હતી. છરી બતાવી સલમાને તેને મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ ત્રણે યુવાન પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા. એમાં મહિલા સબનમે પાંનસો રૂપિયા બળજબરી કાઢી લીધા હતા.

વાત અહીંથી અટકી નહોતી. આ ત્રણે તિગડીનું કામ તો કાંઈક અલગ જ હતું. એ ફરિયાદીને નજીકમાં આવેલી ઓરડીમાં લઈ ગયા હતા. ત્યાં ગેટ કિપર યુવાનને તેનું પેન્ટ કાઢવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાની મુખ્ય સુત્રધાર તો સબનમ હતી. જે પોતાના કપડાં ઉતારવા લાગી હતી. એ પછી બંને નિર્વસ્ત્ર હોય તેવો વીડિયો સલમાને ઉતાર્યો હતો. ખેલ ખતમ થયા બાદ ત્રણે યુવાનની પાસે ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા અને જો ન આપે તો વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી.

આરોપીઓની ધરપકડ કરાઈ

જૂનાગઢના આ ચકચારી હનીટ્રેપ બનાવમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ચારેયે ગેટકીપર મુકેશ રાઠોડની સાથે કાંડ કર્યો હતો. મુકેશને સલમાન વીળશ, બશીર સુમરા અને આર્યન ઠેબાએ પોતાની જાળમાં ફસાવ્યો. ઘટસ્ફોટ તો ત્યારે થયો જ્યારે ખબર પડી કે આર્યનને ફરિયાદી મુકેશની સાથે મિત્રતા હતી. જેથી આ કોઈ આકસ્મિક બનાવ નહીં ઘડેલો પ્લાન જ લાગ્યો.

ફરિયાદી મુકેશ કહેતો હતો કે, ‘કોઈ છોકરી હોય તો કહેજે.’ આ વાત ઉપર જ સોઈ અટકી ગઈ હતી. આર્યને પોતાના મિત્ર સલમાન, બશીર સુમરાને વાત કરી. આ ત્રણેએ બાદમાં સબીનાને કહ્યું અને મુકેશને ફસાવવાનો પુરો પ્લાન ઘડી કાઢ્યો. આશ્ચર્યની વાત એ છે કે ટીવીમાં આવતી ધારાવાહિક જોઈ તેણે આ પ્લાન ઘડ્યો હતો.

જેની ધરપકડ કરવામાં આવી છે તે આર્યન બારમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેની પાસે ફી ભરવાના પૈસા નહોતા. જ્યારે મિત્ર સલમાનની પત્ની ગર્ભવતી હોય તેની પાસે દવાના પૈસા નહોતા. જે માટે આ સમગ્ર ષડયંત્ર ઘડ્યું હતું. આ ત્રણેએ પૂછતાછમાં એ પણ કબૂલ્યું હતું કે, લોકડાઉન બાદ ધંધો ઠપ્પ થઈ ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments