Team Chabuk-Gujarat Desk: હવે તસ્કરો માટે મંદિરો મુખ્ય નિશાન બન્યા છે. સુરતમાં ચોરે પ્રભુને પગે લાગી દાગીના ઉતારી લીધા તેમ હવે હનુમાન મંદિરનો વારો આવ્યો છે. આ વખતે ટાર્ગેટ બન્યું છે વલસાડનું મંદિર. જ્યાં દાનપેટી ઉઠાવીને જતો તસ્કર સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, પોલીસે પણ સીસીટીવી કેમેરાના આધારે તસ્કરની શોધખોળ આદરી છે.
આ ઘટના બની છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ ગામના બિહાર નગર વિસ્તારમાં. એવું બનતું હોય છે કે તસ્કરો દાન પેટી તોડીને લઈ જાય પણ આ વખતે ચોરોનો કંઈક અલગ જ પ્લાન હતો. તેમણે મંદિરનું તાળું તોડ્યું અને દાનપેટી ચોરી રફુચક્કર થઈ ગયા.
સવારમાં જ્યારે મંદિરનું તાળું તૂટેલું જોયું અને દાનપેટી ગાયબ જોઈ તો તાત્કાલિક લોકો સહિત ગામના આગેવાનોએ પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. આ સમગ્ર વારદાત 28મી જૂનની રાતના બની હતી. જ્યારે તસ્કરોએ હથિયાર વડે મંદિરનું તાળું તોડ્યું હતું અને બાદમાં દાનપેટી લઈ તસ્કરો ઉડન છૂ થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત