Homeગુર્જર નગરીસુરત: પ્રેમી પરણિત પ્રેમિકાને રાતના બાર વાગ્યે ચુંબન કરવાનો જ હતો ત્યાં...

સુરત: પ્રેમી પરણિત પ્રેમિકાને રાતના બાર વાગ્યે ચુંબન કરવાનો જ હતો ત્યાં તેનો પતિ આવી ગયો

Team Chabuk-Gujarat Desk: ચાર સંતાનની માતાને પહેલા તો કોઈની સાથે પ્રેમ થાય એ વાત માની જ ન શકીએ પણ સુરત શહેરમાં આ ચર્ચાસ્પદ ઘટનાએ આકાર લીધો છે. આ ઘટના બનેલી એક અઠવાડિયા પહેલા. જ્યારે પ્રેમીએ પોતાની પ્રેમિકાને મળવા માટે ઘર બહાર બોલાવી હતી. પ્રેમિકા પરણિત હતી. રાતના બાર વાગ્યાનો સમય હતો. પ્રેમી પરણિત પ્રેમિકાનો હાથ પકડી તેને ચુંબન આપવાનો જ હતો ત્યાં તેનો પતિ આવી ગયો અને હવે આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ સમગ્ર ઘટના બની છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાઠા વિસ્તારમાં. જ્યાં ચાર સંતાનોની 24 વર્ષીય માતા રહે છે. રાતના બારેક વાગ્યાની આસપાસ 23 વર્ષના રાકેશે તેને ઘરની બહાર બોલાવી હતી અને તેનો હાથ પકડી લીધો હતો. એ તેને પ્રેમની નિશાનીરૂપ ચુંબન આપવા જઈ જ રહ્યો હતો ત્યાં પરણિતાનો પતિ આવી ધમક્યો હતો અને આખું પોટલું ખુલી ગયું હતું.

ઘટના બન્યાના છ દિવસ બાદ રાકેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શાકભાજી વેચતા રાકેશને ત્યાં મહિલાને આવવા જવાનું થતું હતું. જ્યાં બેઉ એકબીજાને ઓળખતા થયા અને પ્રેમ થઈ ગયો. રાતના તે પરણિતાની ઉડતી મુલાકાત લેવા ગયો અને ચુંબન કરવાનો જ હતો ત્યાં તેની વટાણા વેરાઈ ગયા.

રાકેશ તો 24 વર્ષીય મહિલાનો પતિ આવી જતાં ઘટનાસ્થળેથી રફુચક્કર થઈ ગયો હતો પણ હવે પત્ની ફસાઈ હતી. તેણે ગોળ ગોળ વાતો કરી નવી નવી વાર્તાઓ ઘડી કાઢી પણ દૃશ્ય તો કાંઈક અલગ જ હતું. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments