Homeગુર્જર નગરીજૂનાગઢઃ જો તમે સાસણમાં ગીરના રાજાની ઝલક જોવા જાઓ છો તો આ...

જૂનાગઢઃ જો તમે સાસણમાં ગીરના રાજાની ઝલક જોવા જાઓ છો તો આ જગ્યાએ જવાનું પણ ન ભૂલતા

ક્રિષ્ના સિસોદિયા: વિશ્વભરમાં ગીરના ડાલામથ્થા આકર્ષણનું કેન્દ્ર છે. ગીરના સિંહોની એક ઝલક માટે દર વર્ષે જૂનાગઢના સાસણગીરની લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. ગીરના રાજાની એક ઝલક જોયા બાદ પ્રવાસોઓનું બીજું આકર્ષણનું કેન્દ્ર કુદરતના ખોળે આવેલો કમલેશ્વર ડેમ બની રહ્યો છે. જો કે, કેટલાક લોકો આ સ્થળથી હજુ પરિચિત નથી.

કમલેશ્વર ડેમ સાસણથી માત્ર 13 કિલોમીટર જ આવેલો છે. અહીં કુદરતી સૌંદર્યનો ખજાનો છે જેથી પ્રકૃતિપ્રેમીઓને આ સ્થળ ખુબ જ ગમે તેવું છે. અહીં પર્વતોની વચ્ચેથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભૂત નજારો આ વાતાવરણને વધુ પ્રિય બનાવે છે. એટલે જ અહીં આવવા માટેનો સૌથી સારો સમય વહેલી સવારનો માનવામાં આવે છે.

કમલેશ્વર ડેમ

કમલેશ્વર ડેમ મગર કોલોની તરીકે પણ જાણીતો છે. હિરણ નદી પર બાંધવામાં આવેલ આ ડેમ પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે અદભુત સ્થળ છે. અહીં 300થી વધુ પક્ષીઓ ઉપરાંત માઇગ્રેટરી પણ જોવા મળે છે.

કમલેશ્વર ડેમ ગીરના જંગલ મધ્યે આવેલો છે. આ બંધ તાલાલા શહેર સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત છે.

સાસણ ગીર ગામમાં વનખાતાના કાર્યાલયથી બાજુમાં મગર ઉછેર કેન્દ્ર આવેલું છે. અહીં ઉછેરવામાં આવેલી મગરો જ્યારે કેટલાક વર્ષની થાય તો ત્યારે તેને આ ડેમમાં મુક્ત કરવામાં આવે છે. જેથી આ ડેમ મગર કોલોની તરીકે જાણીતો બન્યો છે.

કમલેશ્વર ડેમ જવા માટે બે વિકલ્પ છે. એક છે નેશનલ પાર્કમાં સિંહ દર્શનના રૂટ પરથી. આ રૂટ પર સિંહની સાથે સાથે અન્ય વન્યજીનવોને નિહાળતા, આંબલા પાટિયા વિસ્તાર, ધોળી વોકળી વિસ્તાર જેવા પોઇટ આવે છે. આ ઉપરાંત વન વિભાગની મંજૂરી લઇ સીધા જ કમલેશ્વર ડેમ પહોંચી શકાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments