Homeગુર્જર નગરીસરકાર પાસે ઉજવણી માટે પૈસા છે પરંતુ કોરોનાથી મૃત્યુ પામેલા 792 પરિવારોને...

સરકાર પાસે ઉજવણી માટે પૈસા છે પરંતુ કોરોનાથી મૃત્યુ પામેલા 792 પરિવારોને ચૂકવવા પૈસા નથી

Team Chabuk-Gujarat Desk: સરકાર ઉજવણીમાં વ્યસ્ત છે. હમણાં જ ખેલમહાકુંભ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, જેની નોંધ દરેક મીડિયા દ્વારા લેવામાં આવી હતી. પણ વાત જ્યારે કોરોનાથી નિધન પામેલા લોકોની સહાયની ચૂકવણીની આવે છે ત્યારે ગ્રાન્ટ નથી હોતી. કોરોના મહામારીમાં 792 પરિવારના લોકોને સહાયના પચાસ હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં નથી આવી. અધિકારીઓ આ વિશે કહે છે કે અત્યાર સુધી કુલ 17,720 લોકોને આર્થિક સહાય આપવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી ગ્રાન્ટ મળતી ન હોય બાકીની ચૂકવણી થઈ શકી નથી.

અમદાવાદમાં સત્તાવાર રીતે મૃત્યુ પામેલા3555
સહાય માટે ભરાયેલા ફોર્મ17,720
કેટલાને ચૂકવણી કરવામાં આવી17,342
હુકમ કરવાનો બાકી હોય તેવા ફોર્મ414
મંજૂર કરાયેલા કેટલા પરિવારને ચૂકવણી બાકી378
કુલ 50 હજાર લેખે સહાય ચૂકવવામાં કેટલા બાકી792

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી કહે છે કે શહેર અને જિલ્લા મળી 15 તાલુકામાં કોરોનાનો સત્તાવાર મૃત્યુ આંક 3554 છે. અત્યાર સુધીમાં 3509 ફોર્મ ભરાઇને આવ્યા હતાં. જેમાંથી 3509 પરિવારજનોને કોરોનાની રૂપિયા 50 હજાર મુજબ આર્થિક સહાય ચૂકવી દેવાઇ છે. હજુ 45 પરિવારનોને સહાય ચૂકવવાની બાકી છે. સત્તાવાર મૃત્યુ સિવાય 15,720 લોકોએ ફોર્મ ભર્યા હતાં. આમાંથી 1204 ફોર્મ ના મંજૂર કર્યા હતાં. જ્યારે 14,211 ફોર્મમાં હુકમ કરી દેવાયા છે. હુકમ કરાયેલા ફોર્મમાંથી 13,833 ફોર્મમાં સહાય ચૂકવાઇ ગઇ છે. હજી 414 ફોર્મમાં હુકમ કરવાના બાકી છે. જ્યારે 378 પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય ચૂકવવાની બાકી છે.

એવી વાત સામે આવી રહી છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં મામલતદારની સંખ્યા પૂરતી ન હોવાના કારણે અરજદારોને કામ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. અત્યારે એક મામલતદાર પાસે બે વિભાગના ચાર્જ છે અથવા તો તાલુકાનો પણ ચાર્જ છે. એવી ફરિયાદો ઉઠી છે કે કોરોનાની કામગીરી કરતાં મામલતદારો અનુપસ્થિત હોય છે. ફોન કરતા પણ યોગ્ય જવાબ મળતા નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments