Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદના મેસવાણ ગામે જાન લઈને પરત ફરેલા અશ્વિન કામરિયા નામના યુવકનો PGVCL પોલ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. યુવક લગ્નવિધિ બાદ જાન લઈને પરત ફર્યો હતો. મહેમાનોની આગતા-સ્વાગતા કરી રહ્યો હતો જો કે, ત્યારબાદ અચાનક ઘરેથી ગુમ થઈ ગયો હતો. લાંબાં સમય બાદ પણ યુવક ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ અંતે પીજીવીસીએલ વીજ પોલ પર યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી પરિવારમાં સોપો પડી ગયો હતો.
પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. મળતી માહિતી મુજબ યુવકના કોળી સમાજના સમુહલગ્નમાં લગ્ન થયા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, યુવકની માનસિક સારી ન હોય સારવાર ચાલું હતી. પરિવારના સભ્યએ કહ્યું કે, સવારે ચાર વાગ્યે અમે જાન લઈને પરત ફર્યા હતા. જાન પછીની તમામ વિધિ કરવામાં આવી અને વર વધુએ તમામ પરિવારના આશીર્વાદ પણ લીધા હતા. પોણા પાંચ વાગ્યે અશ્વિન ગુમ થઈ ગયો હતો. અમે તમામ સીમ વિસ્તાર ખૂંદી વળ્યો. બીજા દિવસે સાંજે છ વાગ્યે મેસવાણ ગામથી અઢી કિલોમીટર દૂર ચેકડેમ નજીક તેમનો મૃતદેહ મળ્યો હતો.

પરિવારજનોનો દાવો છે કે, પહેલાં અશ્વિને પોલ પર ગળેફાંસો લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી જો કે, તેમા તે સફળ ન થતાં હાઈવોલ્ટેજ વીજ વાયરને અડીને મોત વ્હાલુ કરી લીધું છે જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત