Homeગુર્જર નગરીજૂનાગઢ: ‘આ વીડિયો વાઈરલ થશે તો સમાજમાં આબરુ જશે…’ એ બીકે યુવાને...

જૂનાગઢ: ‘આ વીડિયો વાઈરલ થશે તો સમાજમાં આબરુ જશે…’ એ બીકે યુવાને આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: એક વીડિયો વાઈરલ કરવાની ધમકીએ માંગરોળના ઘોડાદરના યુવાનનો જીવ લઈ લીધો. અન્ય સ્ત્રી સાથે મુલાકાત કરી હોય કોઈએ તેનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાઈરલ કરવાની ધમકી આપી હતી. જો પાંચ લાખ રૂપિયા ન આપે તો આ વીડિયો વાઈરલ કરી દે અને સમાજમાં તેની આબરુના લીરેલીરા થઈ જાય. અંતે યુવાને આત્મહત્યા કરી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડાદર ગામની મહિલાએ ગામના જ એક વ્યક્તિ ભરતભાઈ વિરમભાઈ બાલસની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, તેમના પતિને એક અન્ય મહિલાની સાથે લગ્નેતર સંબંધ હતા. બંને એકબીજાને મળતા હતા. એ સમયે ભરતે મહિલાના પતિનો અન્ય સ્ત્રી સાથે હોય તેવો વીડિયો ઉતારી લીધો હતો.

ભરત યુવાનને વીડિયો વાઈરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં તે પૂરાં પાંચ લાખ રૂપિયાની માગણી પણ કરતો હતો. મૃતક યુવાન ભીંસમાં મૂકાઈ ગયો હતો. તેની પાસે ભરતને આપવા માટેના પૈસા ન હોય તેણે સમાજમાં પોતાની આબરુ જાય એ બીકે આત્મહત્યા કરી લીધી હતી. પોતાના પતિનું મોત ભરતના કારણે જ થયું હોય મહિલાએ આ વ્યક્તિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય આ માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments