Team Chabuk-National Desk: પૂર્વ લદ્દાખની ગલવાં ઘાટીમાં જૂન 2020માં ચીન અને ભારતની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસક અથડામણના દોઢ વર્ષ બાદ એક ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનને ગલવાં ઘાટીમાં થયેલી અથડામણમાં ભારે નુકસાન વહોરવાનો વારો આવ્યો છે.
પાણીમાં તણાઈ ગયા
આ અહેવાલ ઓસ્ટ્રેલિયાના વર્તમાનપત્ર ધ કલેક્સનમાં પ્રકાશિત થયો છે. એન્થની ક્લાનની વિશેષ રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ઘાટીમાં ગલવાં નદીને પાર કરતી વખતે ચીનના કેટલાય સૈનિકો પાણીના વહેણમાં તણાઈ ગયા હતા અને જળસમાધિ લઈ લીધી હતી. જેની સંખ્યા ચીનની તરફથી આપવામાં આવેલા અધિકારિક આંકડા કરતા પણ ખૂબ મોટી છે.
મેડલ આપ્યા પણ મૃત્યુનો ખુલાસો નહીં
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તથ્યોને પ્રભાવિત કરવા માટે ગલવાં ઘાટીમાં થયેલી બે અલગ અલગ અથડામણને તથ્યો અને તસવીરો સાથે આંતરિક રીતે જોડી દેવામાં આવી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચીને સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સૈનિકોનો ખુલાસો નથી કર્યો. જોકે તેણે યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સૈનિકો માટે મરણોપરાંત પદકની ઘોષણા કરી છે. આ તપાસ માટે કલેક્સનની ટીમે સ્વતંત્ર રૂપથી સોશિયલ મીડિયા શોધકર્તાઓની ટીમ નિયુક્ત કરી હતી.
ગલવાં નદીમાં તરવાનો પ્રયાસ કરતા ચીનના સૈનિક તણાઈ ગયા હતા: અહેવાલ
શોધકર્તાઓએ પ્રાપ્ત કર્યું કે ચીની સૈન્યના મૃતક સૈનિકોની સંખ્યા એ ચાર સૈનિકો કરતા વધારે હતી. જેની જાણકારી બીજિંગે આપી હતી. સોશિયલ મીડિયા શોધકર્તાઓએ ગલવાં ડિકોડેડ શીર્ષક હેઠળ એક અહેવાલ જાહેર કર્યો. જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે 15-16 જૂનના સંઘર્ષમાં શરૂઆતના સમયે શૂન્ય તાપમાનમાં ઝડપથી વહી રહેલી ગલવાં નદીમાં તરવાનો પ્રયાસ કરતા ચીનના સૈનિકો મોતને ભેટ્યા હતા.
38ની જળસમાધિ
રિપોર્ટમાં મૃતક ચીની સૈનિકોની સંખ્યા 38 બતાવવામાં આવી છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોના કેટલાય યુઝર્સ પાસેથી મળેલી માહિતીને આગળ કરતા શોધકર્તાઓની રિપોર્ટ એવો દાવો કરે છે કે રાતના સમયે આશરે 38 પીએલએ સૈનિક નદીના ઝડપથી વહેતા વહેણમાં તણાઈ ગયા હતા. જેમાં એક વાંગ નામનો સૈનિક પણ સામેલ હતો અને માત્ર વાંગના મૃત્યુની જ ચીને અધિકારીક રીતે ઘોષણા કરી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 15 જૂનની અથડામણ એક અસ્થાયી પુલ નિર્માણને લઈ શરૂ થઈ હતી.
અસ્થાયી પુલનું નિર્માણ
ભારતીય સૈનિકોએ મે 2022માં ગલવા નદીની ધાર પર એક પુલનું નિર્માણ કાર્યું કર્યું હતું. બીજી તરફ ચીનનું પીએલએ સૈન્ય એપ્રિલથી પારસ્પરિક રૂપથી નક્કી બફર ઝોનમાં એક ઢાંચો તૈયાર કરી રહ્યું હતું. છ જૂનના રોજ 80 પીએલએ સૈનિક ભારતીય પક્ષની તરફથી બનાવવામાં આવેલા પુલને તોડવા માટે આવ્યા હતા. જેની સુરક્ષા માટે 100 ભારતીય સૈનિક આગળ આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત