Homeગામનાં ચોરેફાઇઝરે પાંચ વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવા માંગી મંજૂરી

ફાઇઝરે પાંચ વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવા માંગી મંજૂરી

Team Chabuk-International Desk: અમેરિકામાં ફાઇઝરે પાંચ વર્ષ સુધીના બાળકોને કોરોના સામે રક્ષણ આપતી વેક્સીનને મંજૂરી આપવા અરજી કરી છે. અમેરિકન સરકાર દ્વારા જો વેક્સિનને મંજૂરી આપવામાં આવશે તો માર્ચ સુધીમાં નાના બાળકોને પણ વેક્સિન આપવાની શરૂઆત થઇ શકે તેમ છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાઈઝર અને તેની સહયોગી કંપની બાયોએનટેકને આ માટે અરજી કરવા પણ જણાવ્યું છે.

વાલીઓનો વેક્સિન માટે આગ્રહ

હાલ અમેરિકામાં પાંચ વર્ષ સુધીની ઉંમરના ૧.૯ કરોડ બાળકો જ કોરોનાવાયરસ સામેના રસીકરણમાં બાકી છે. અમેરિકામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના વાલીઓ બાળકોને વેક્સિન આપવા ઉપર ભાર આપી રહ્યા છે

બાળકોને વેક્સિન

જો અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વેક્સિનને મંજૂરી આપવામાં આવશે તો ફાઇઝર દ્વારા છ મહિના સુધીના બાળકોને પણ આમાં સમાવી શકાશે. બાળકોને આપવામાં આવનાર વેક્સિનનું પ્રમાણ પુખ્ત વયના લોકોને આપવામાં આવે છે એના દસમા ભાગનું હશે. ફાઇઝર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને તેનો અહેવાલ આપવાનો શરૂ કરી દીધો છે. હવે થોડા દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરશે.

વેક્સિનેશન બાદ સ્કૂલ ખુલવાની શક્યતા

હવે મુખ્ય સવાલ એ છે કે બાળકોને કેટલો ડોઝ આપવાની જરૂરિયાત છે.  શરૂઆતની તપાસમાં બાળકો માટે બે ડોઝ આપવાની જરૂરિયાત જણાતી હતી.  પરંતુ સ્કૂલમાં એડમિશન લેવા વાળા બાળકો માટે પૂરતી ન હતી.  આથી ફાઇઝર-3 ડોઝની શોધ કરી રહ્યું છે. તે અંગેનો અંતિમ રિપોર્ટ માર્ચના અંત સુધીમાં આવવાની શક્યતા છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અંતિમ નિર્ણય થોડા જ મહિનામાં લેવામાં આવશે. ત્યારબાદ રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા પણ મંજૂરી લેવી જરૂરી બનશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નેતૃત્વમાં તંત્ર બાળકોને Covid-19 સામે રક્ષણ આપવા વેક્સિન ડોઝ આપવાની પ્રક્રિયા તેજ કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે વેક્સિનેશન થયું હશે તો જ ફરી સ્કૂલ ખુલી શકશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments