Homeગુર્જર નગરીમનમાંથી કોરોનાનો ડર કાઢી નાખો એટલે પેશન્ટ સ્વસ્થ થાય: જવાહર ચાવડા

મનમાંથી કોરોનાનો ડર કાઢી નાખો એટલે પેશન્ટ સ્વસ્થ થાય: જવાહર ચાવડા

Team Chabuk-Gujarat Desk: સિવિલ હોસ્પિટલ જૂનાગઢ કોરોના પેશન્ટથી ફુલ હતી. બહાર દર્દીઓનું વેઇટીંગ ચાલતું હતું. આ સમયે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) સિવિલ સર્જનને સાથે રાખી કોરોના પેશન્ટની રૂબરૂ મુલાકાત કરે છે. તેમને જુસ્સો વધારે છે, તેમને સધિયારો આપે છે. સાથે સાથે દવા કે સારવારમાં કોઇ મુશ્કેલી હોય તો એનુ નિવારણ આરોગ્ય વિભાગ દ્રવારા કરે છે.

કોરોના પેશન્ટથી લોકો અંતર જાળવતા તેવા સમયે મંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) કોવિડ સેન્ટરો, પીએચસી, સીએચસીમાં સારવાર લેતા પેશન્ટોને હિંમત અને જુસ્સો આપતા હતા. કોરોના વોરિયર્સ ડોક્ટરોની સેવાને બિરદાવતા હતા. તેમણે જણાવ્યું કે, જાહેરજીવનમાં આવ્યા પછી લોકોના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવું એ અમારી ફરજ છે. જીવનમાં સારા કાર્યો સદકાર્યો કરો કોઈ સમસ્યા આવતી નથી. બસ હુ તો રાજ્યના પ્રતિનિધિ લોકોના પ્રતિનિધિ તરીકે સહજ ભાવે ડર રાખ્યા વગર કોરોના પેશન્ટને મળતો.

માત્ર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ એક જ નહીં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં કાર્યરત પ્રા. આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને કોવિડ સેન્ટરમાં એક હજારથી વધુ દર્દીઓને મંત્રી રૂબરૂ મળે છે. બસ ઉદેશ એક જ પેશન્ટ અને કોરોના વોરિયર્સ ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફનો જુસ્સો વધારવો.

એપ્રિલમાં મંત્રી જવાહર ચાવડા કોરોના પોઝિટિવ થયા તેમના ધર્મપત્ની મીતા ચાવડા પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા. ઘરે સારવાર લીધી. હોમ આઇસોલેશનમાં રહી કોરોના મુક્ત થયા. જવાહર ચાવડા કહે છે કે, આ કોરોના સંક્રમણનો મારો જાત અનુભવ. ડોક્ટરોના માર્ગદર્શન સાથે દવા લો આરામ કરો સ્વસ્થ થાવ. બસ સ્વસ્થ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૪ મેના રોજ જૂનાગઢની મુલાકાતે આવ્યા. સંવેદનશીલ રાજ્ય સરકારની ભુમિકા અંતર્ગત કોરોના પેશન્ટને મળવાનો તેમની મુશ્કેલીઓ નિવારવાનો સીલસીલો શરૂ કર્યો

કોરોના પેશન્ટને કોરોના વોરિયર્સને જેમ જેમ વધુ મળવાનું થયું તેમ મારૂ પણ મનોબળ મજબુત થયું. તેમ જણાવી મંત્રી જવાહર ચાવડાએ કહ્યું કે, મનમાંથી કોરોનાનો ડર કાઢી નાખો એટલે પેશન્ટ સ્વસ્થ થાય સારું થાય એ મારો અનુભવ છે.

(અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments