Homeગામનાં ચોરેબે ઓફિસરો ફરવા ગયા અને દસ વર્ષ જૂનો કેસ સોલ્વ થઈ ગયો

બે ઓફિસરો ફરવા ગયા અને દસ વર્ષ જૂનો કેસ સોલ્વ થઈ ગયો

Team Chabuk-International Desk: ઈટાલીમાં ભૂલથી બે ઓફ ડ્યૂટી અધિકારીઓએ એક જૂનો કેસ સોલ્વ કરી નાખ્યો છે. આ કેસનો ઉકેલ લાવવા માટે ત્યાંની એજન્સીઓ એક દાયકાથી આકાશ પાતાળ એક કરી રહી હતી પણ નીવેડો નહોતો આવી રહ્યો. બાદમાં આ કેસ  રમત રમતમાં ઉકેલાઈ ગયો.

રોમન શતાબ્દિના વિલા મારિની ડેટ્ટિના પાર્કથી આશરે 10 વર્ષ પહેલા એક શતાબ્દિ ઈસા પૂર્વની એક સંગેમરમરની મૂર્તિ નામે ‘તોગાટસ’ અજ્ઞાત લૂંટેરાઓ દ્વારા ચોરી કરી લેવામાં આવી હતી. પોલીસ આશરે દસ વર્ષથી આ મૂર્તિની શોધ કરી રહી હતી. જોકે મૂર્તિને આકાશ ખાઈ ગયું કે જમીન મળી જ નહોતી રહી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર એક પુરાતત્વ સ્થળથી લૂંટાયાના લગભગ એક દાયકા બાદ ઓફ ડ્યૂટી અધિકારીઓની એક દુકાનમાં નજર પડ્યા પછી આ આખો કેસ ચપટી વગાડતા સોલ્વ થઈ ગયો. ઈટાલીની હેરિટેઝ કૈરાબેનિયરિયર યૂનિટના જણાવ્યા અનુસાર, રોમન શતાબ્દિના વિલા મારિની ડેટ્ટિના પાર્કથી લગભગ દસ વર્ષ પહેલા એક શતાબ્દિ ઈસા પૂર્વની આ મૂર્તિ ચોરી થઈ ગઈ હતી.

બે ઓફ ડ્યૂટી પોલીસ અધિકારીઓએ બેલ્જિયમની એક પ્રાચીન દુકાનમાં ઘુમવા માટે ગયા હતા. જ્યાં એમણે ચોરી કરેલી પ્રતિમાને કપડાંઓથી ઢાંકેલી જોઈ. ઈટાલી પરત ફરવા પર અધિકારીઓને શંકા ગઈ અને તેમણે એ મૂર્તિ વિશે જાણકારી એકઠી કરવાનું કામ કર્યું.

અધિકારીઓએ ચોરી છૂપે આ પ્રકારની કલાકૃતિઓ વેચનારા ડેટાબેઝની સાથે બેલ્જિયમમાં લીધેલી તસવીરની સાથે ક્રોસ ચેકિંગ કર્યું અને તેની વાસ્તવિક ઉત્પતિની ખબર મેળવી. અધિકારીઓએ કહ્યું કે, મૂર્તિની કિંમત 100,000 એટલે કે 119, 668 ડોલરની છે. જોકે સમય રહેતા મૂર્તિને જપ્ત કરી લેવામાં આવી અને ઈટાલી પરત લાવવામાં આવી.

ઊચ્ચ અધિકારીઓએ કહ્યું કે, બેલ્જિયમના અધિકારીઓના સહયોગથી કરવામાં આવેલી તપાસમાં ઈતાલવી વેપારીઓનાં નેતૃત્વમાં સાંસ્કૃતિક વસ્તુઓની તસ્કરીની ખબર મળી છે. જે એક ખોટા સ્પેનિશ નામનો ઉપયોગ કરે છે. ચોરીની મૂર્તિની નિકાસ કરવાના કેસમાં ઈટાલીની તરફથી રોમન કાર્યાલયને આગામી કાર્યવાહીનું કહેવામાં આવ્યું છે.

 તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments