Homeતાપણુંતો ગુજરાતમાંથી ભાજપને ફક્ત બે મહિનામાં દૂર કરી શકાય: શંકરસિંહ વાઘેલા

તો ગુજરાતમાંથી ભાજપને ફક્ત બે મહિનામાં દૂર કરી શકાય: શંકરસિંહ વાઘેલા

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે રાજકારણીઓના બેબાક નિવેદનો સામે આવ્યા રાખશે. તમામ પક્ષો તાડામાર તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસને વર્ષો જૂના સત્તાના દુષ્કાળને નાથવો છે, આમ આદમી પાર્ટીને સત્તા પરિવર્તન કરવું છે અને ભાજપ જીતશે જ તેવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે.

એવામાં કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ બુધવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસના અસંતુષ્ટ એવા G-23 નેતાઓની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી પ્રવર્તી રહી છે. એમણે ગઠબંધન તરફ ઈશારો કરતા કહ્યું હતું કે જો અલગ અલગ પક્ષની સાથે મળી લડવામાં આવે તો ભાજપને સત્તામાંથી બે મહિનામાં દૂર કરી શકાય.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતે ભાજપ વિરોધી જૂથમાં જ હશે એમ કહેતા જણાવ્યું હતું કે, દરેક પક્ષોએ અને સંગઠનોએ પોતપોતાની રીતે ગુજરાતમાં લડવાની જરૂર છે. હું કોંગ્રેસમાં હોઇશ કે નહીં તેનાથી કોઇ ફરક પડતો નથી, પરંતુ હું ભાજપ વિરોધી જૂથમાં જ હોઇશ. પરંતુ અહીં તકલીફ એ છે કે ભાજપ પાસે મની અને મસલ પાવર બંન્ને છે તેમ છતાં તેઓ પોતાના કાર્યકર્તાઓને સતત દોડાવે રાખે છે અને બેસવા દેતા નથી. તેને બદલે કોંગ્રેસમાં તો કોઇને ખબર જ નથી શું કરવું.

શંકરસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે હજુ પણ માત્ર બે મહિના યોગ્ય રીતે પ્રયત્ન કરવામાં આવે તો ભાજપ ગુજરાતમાંથી સત્તા બહાર હશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અહેમદ પટેલ હતા ત્યાં સુધી કોંગ્રેસ ઠીક ચાલી પણ પછી બધું યોગ્ય થયું નહીં. જી-23ના નેતાઓ નારાજ છે અને આ અંગે કાંઇક વિચાર થવો જોઇએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments