Team Chabuk-Sports Desk: ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આઠ બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.

પ્રથમ વનડેની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાને 277 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 48.4 ઓવરમાં 5 વિકેટે 281 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 277 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
277 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. ગીલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન બોલરોને ધોઈ નાખ્યા હતા. ગિલે માત્ર 63 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 74 રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે ગાયકવાડે 10 ચોગ્ગાની મદદથી 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર